Not Set/ બંગાળમાં નોંધાયો ઓમિક્રોનનો પહેલો કેસ, 7 વર્ષનાં બાળકમાં જોવા મળ્યા લક્ષણ

હવે બંગાળમાંથી પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. મળી રહેલી માહિતી અનુસાર 7 વર્ષનાં બાળકમાં ઓમિક્રોનનાં લક્ષણ જોવા મળ્યા છે.

Top Stories India
બંગાળમાં ઓમિક્રોન

ભારતમાં રોજ ઓમિક્રોનનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે બંગાળમાંથી પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. મળી રહેલી માહિતી અનુસાર 7 વર્ષનાં બાળકમાં ઓમિક્રોનનાં લક્ષણ જોવા મળ્યા છે. તે મુર્શિદાબાદનો રહેવાસી છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. આ મામલો મળ્યા બાદ બંગાળમાં ઓમિક્રોનને લઈને ગભરાટ ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો – દુઃખદ અવસાન / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતા ઘાયલ

પશ્ચિમ બંગાળમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો કેસ આવ્યા બાદ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે આ પહેલા એક સારા સમાચાર સામે આવ્યા હતા. બ્રિટનથી કોલકાતા આવેલી યુવતીને ઓમિક્રોનથી નહીં, પરંતુ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત થઇ હતી. પશ્ચિમ બંગાળનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટનથી એક આંતરરાષ્ટ્રીય પ્રવાસીનો રિપોર્ટ મળ્યો છે. બ્રિટનની એક છોકરી ડેલ્ટા પ્લસ (AY.4) થી સંક્રમિત મળી આવી છે. બંગાળમાં પહેલાથી જ ડેલ્ટા પ્લસનાં દર્દીઓ છે. આ સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યુ નથી. એક બાળકમાં ઓમીક્રોનનાં લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો – છોટાઉદેપુર /  રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ, ઇલેક્શનમાં મોડલ-અભિનેત્રીની થઈ એન્ટ્રી 

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટનો કહેર ઘણા દેશોમાં છે. ભારતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ઓમિક્રોનનાં કેસ વધી શકે છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે જે રીતે ડેલ્ટા સ્ટ્રેઈન ઝડપ પકડી હતી તે જ રીતે આ વેરિઅન્ટ પણ ઝડપ મેળવી શકે છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે Omicron નાં માત્ર વધુ હળવા કેસ સામે આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન ઝડપથી વધી રહ્યું છે અને હાલમાં તે વિશ્વનાં 77 દેશોમાં પહોંચી ગયુ છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, ઓમિક્રોનથી ગભરાવાની જરૂર નથી પરંતુ તેના ટ્રાન્સમિશનને રોકવાની જરૂર છે.