નિવેદન/ ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર વિવાદ પર વિદેશ મંત્રાલયની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

ફિલ્મમેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર પર ચાલી રહેલો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. પોસ્ટરમાં મા કાલી ધૂમ્રપાન કરતા જોવાય છે

Top Stories India
5 2 1 ફિલ્મ 'કાલી'ના પોસ્ટર વિવાદ પર વિદેશ મંત્રાલયની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

ફિલ્મમેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર પર ચાલી રહેલો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. પોસ્ટરમાં મા કાલી ધૂમ્રપાન કરતા જોવાય છે. જે બાદ લીના વિરુદ્ધ દેશના ઘણા રાજ્યોમાં FIR પણ નોંધવામાં આવી છે. આ મામલે વિદેશ મંત્રાલયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓટાવામાં અમારા હાઈ કમિશને નિવેદન આપ્યું છે. ઈવેન્ટના આયોજકોએ પણ પોતાનું નિવેદન જારી કરીને માફી માંગી છે.

તેણે કહ્યું કે મને લાગે છે કે હવે તેને ત્યાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યું નથી. બીજી તરફ, ઘણા રાજ્યોમાં મણિમેકલાઈ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર પર અરિંદમ બાગચીએ કહ્યું કે એફઆઈઆર નોંધવાની બાબત સ્થાનિક છે, તે વિદેશ નીતિ સાથે સંબંધિત નથી. ઉલ્લેખનીય છે કે આજે મધ્ય પ્રદેશની ભોપાલ પોલીસે લીના મણિમેકલાઈ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે.

બીજી તરફ લીના મણિમેકલાઈએ પોતાની સુરક્ષા સામે ખતરો વ્યક્ત કર્યો છે. તેણીએ કહ્યું કે તે આ સમયે ક્યાંય સુરક્ષિત નથી અનુભવતી. લીનાએ આજે ​​ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, ” એવું લાગે છે આખું રાષ્ટ્ર  જે હવે સૌથી મોટી લોકશાહીમાંથી સૌથી મોટી નફરતના મશીનમાં ફેરવાઈ ગયું છે, તે મને સેન્સર કરવા માંગે છે. આ સમયે હું ક્યાંય સુરક્ષિત નથી અનુભવતી.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ 2 જુલાઈના રોજ તેમની દસ્તાવેજી ફિલ્મ કાલીનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં દેવી કાલી ધૂમ્રપાન કરતા અને LGBTQ ધ્વજ સાથે દ્ધષ્ટિમાન થાય છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જયારે સોશિયલ મીડિયા પર લીના મણિમેકલાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશ ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં પણ મણિમેકલાઈ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.