Shocking/ ક્રિકેટનાં મેદાને ઈજાગ્રસ્ત થયા બાદ મોતને ભેટ્યા આ 5 ક્રિકેટર્સ

ક્રિકેટનાં મેદાન પર એવી અનેક અનહોની ઘટનાઓ બની છે જેણે ચાહકો સહિત સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું છે, ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર ફિલિપ હ્યુજીસનાં મૃત્યુને ભૂલી જવું કોઈનાં માટે આસાન નહીં હોય.

Sports
5 ક્રિકેટર્સનાં મોત

ક્રિકેટનાં મેદાન પર એવી અનેક અનહોની ઘટનાઓ બની છે જેણે ચાહકો સહિત સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું છે, ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર ફિલિપ હ્યુજીસનાં મૃત્યુને ભૂલી જવું કોઈનાં માટે આસાન નહીં હોય. આ લેખમાં 5 ક્રિકેટરોનો ઉલ્લેખ છે જેઓ મેદાનમાં ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા.

11 2022 01 24T145517.490 ક્રિકેટનાં મેદાને ઈજાગ્રસ્ત થયા બાદ મોતને ભેટ્યા આ 5 ક્રિકેટર્સ

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બન્યો વર્ષ 2021 નો સર્વશ્રેષ્ઠ ODI ક્રિકેટર

ક્રિકેટર્સ ચાહકોનાં દિલ પર રાજ કરતા હોય છે. ચાહકોનાં મનોરંજન માટે ક્રિકેટરો પણ મેદાન પર શ્રેષ્ઠ રમત બતાવવાનો પ્રયાસ કરે છે. કેટલીક બાબતો એવી હોય છે જેના પર કોઈ કાબુ રાખી શકતું નથી, એવી જ રીતે ક્રિકેટનાં મેદાન પર ઘણી વખત આવી અનહોની ઘટનાઓ બનતી હોય છે, જેને યાદ કરીને આજે પણ દિલ દુઃખી થઈ જાય છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ફિલિફ હ્યુજીસનું મોત બોલ જમીન પર અથડાવાથી કેવી રીતે થયું, આ વાતે સમગ્ર ક્રિકેટ જગતની સાથે તમામ ચાહકોને પણ હચમચાવી દીધા હતા. આ ઘટનાની જેમ જ મેદાન પર અન્ય કેટલાક પ્રસંગો બન્યા છે જ્યારે ક્રિકેટરોએ મેદાન પર ઈજાનાં કારણે જીવ ગુમાવ્યો હોય.

આ પણ વાંચો – IND vs SA / અંતિમ મેચમાં સદી ફટકારી ડી કોકે તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

ઝુલ્ફીકાર ભટ્ટીઃ

ઝુલ્ફીકાર ભટ્ટીઃ

પાકિસ્તાનનાં યુવા ક્રિકેટર ઝુલ્ફીકાર ભટ્ટીનું છાતી પર બોલ વાગવાને કારણે મોત થયું હતું. ઝુલ્ફીકાર ભટ્ટીએ જ્યારે દુનિયાને અલવિદા કહ્યું ત્યારે તે માત્ર 22 વર્ષનો હતો. પાકિસ્તાનનાં યુવા ક્રિકેટરનાં મૃત્યુ બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા દિવસો સુધી શોકનો માહોલ હતો.

રમણ લાંબાઃ

રમણ લાંબા

ટીમ ઈન્ડિયા માટે 4 ટેસ્ટ અને 32 વનડે રમનાર ભારતીય ક્રિકેટર રમણ લાંબાનું પણ ઈજાનાં કારણે મેદાન પર જ અવસાન થયું હતું. આ ઘટના તેની સાથે બાંગ્લાદેશમાં ક્લબ ક્રિકેટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે બની હતી. બોલ વાગવાથી તે ઘાયલ થયા હતા અને લગભગ ત્રણ દિવસ કોમામાં હતા. રમણ લાંબાનો જીવ બચી ન શક્યો અને 38 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

ફિલિપ હ્યુજીસઃ

ફિલિપ હ્યુજીસ

ઓસ્ટ્રેલિયાનાં ઓપનર ફિલિપ હ્યુજીસનું મેદાન પર બોલ વાગવાથી મોત થયું હતું. 27 નવેમ્બર 2014નાં રોજ આ ખેલાડીએ દુનિયાને અલવિદા કહ્યું. ઘરઆંગણે મેચ દરમિયાન સીન એબોટનો બાઉન્સર બોલ તેની ગરદનનાં ભાગે વાગ્યો અને તેના મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. તે મધ્ય મેદાનમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.

અબ્દુલ અઝીઝઃ

અબ્દુલ અઝીઝ

પાકિસ્તાની ખેલાડી અબ્દુલ અઝીઝનું પણ બોલ જમીન પર અથડાવાને કારણે મોત થયું હતું. મેચ દરમિયાન બોલ તેના હૃદયની નજીક જતો હતો. આ આઘાતજનક ઘટના તેની સાથે બની હતી જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો અને બોલ વાગવાની સાથે જ તે નીચે પડી ગયો હતો અને થોડી ક્ષણો બાદ તેનું મોત નીપજ્યું હતું.

રિચર્ડ બ્યુમોન્ટઃ

રિચર્ડ બ્યુમોન્ટ

ઈંગ્લેન્ડનાં ક્રિકેટર રિચર્ડ બ્યુમોન્ટ જ્યારે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 33 વર્ષીય રિચાર્ડ બ્યુમોન્ટ હાર્ટ એટેક સહન કરી શક્યા નહીં અને મૃત્યુ પામ્યા. નોંધનીય છે કે જે મેચમાં તેનું મોત થયું હતું તેમાં તેણે 5 વિકેટ ઝડપી હતી.