Football/ ભારતીય ટીમના પૂર્વ કોચે કરી મોટી ભૂલ, ટ્વીટ કરીને શેર કર્યો ભારતનો ખોટો નકશો

કોન્સટેનટાઈને ભારતને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા ખોટો ભારતીય નકશો અપલોડ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો. જે બાદ તેણે પોતાની ભૂલ માટે માફી માંગી હતી.

Top Stories Sports
ભારતીય

ભારતની ફૂટબોલ ટીમના પૂર્વ કોચ સ્ટીફન કોન્સટેનટાઈન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમણે સોમવારે એક ટ્વીટ કરીને ભારતના 76મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ, તે પોતાના ટ્વિટને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. કોન્સટેનટાઈને ભારતને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા ખોટો ભારતીય નકશો અપલોડ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો. જે બાદ તેણે પોતાની ભૂલ માટે માફી માંગી હતી.

tweet ભારતીય ટીમના પૂર્વ કોચે કરી મોટી ભૂલ, ટ્વીટ કરીને શેર કર્યો ભારતનો ખોટો નકશો

ભારતના 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા કોન્સટેનટાઈને ટ્વિટ કર્યું, ‘વિશ્વભરના મારા ભારતીય મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. જય હિંદ.’ આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું.

આ ટ્વીટ પછી યુઝર્સે તેમને તેમની ભૂલ જણાવી. જે બાદ તેમણે પોતાની વાત સ્વીકારીને તે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. તેમણે ફરી ટ્વિટ કર્યું, ‘અગાઉ ઉપયોગમાં લેવાયેલા ખોટા નકશા માટે માફી. વિશ્વભરના ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

હાલમાં જ કોન્સટેનટાઈને ઈસ્ટ બંગાળના કોચ બનાવવામાં આવ્યા છે. પૂર્વ બંગાળ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઈમામી ગ્રુપ અને ઈસ્ટ બંગાળ ક્લબને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઈનને 2022-23 ફૂટબોલ સીઝન માટે અમારા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.”

આ પણ વાંચો:FIFA એ ભારતને આપ્યો ઝટકો, AIFFને કર્યું સસ્પેન્ડ; મહિલા વર્લ્ડ કપની યજમાની પણ છીનવી લીધી

આ પણ વાંચો:ભારત-પાક ક્રિકેટ મેચની ટિકિટોની બમ્પર માંગ, વેબસાઇટ થઇ ક્રેશ

આ પણ વાંચો:મોહમ્મદ શમીની પત્નીએ PM મોદીને કરી અપિલ, કહ્યું – ઈન્ડિયા નામ બદલો

આ પણ વાંચો:દુનિયાભરના બેટ્સમેનોને ઘૂંટણીયે લાવનાર આ બોલર, પોતે જ ઘૂંટણથી પરેશાન, 47માં જન્મદિવસે ભાવુક થયો