Not Set/ સુરતના પૂર્વ મેયરે કોરોના ગ્રસ્ત 11 દિવસની બાળકીને પ્લાઝમાં ડોનેટ કર્યા

ગુજરાતમાં કોરોના કેસ દિન પ્રતિદિન રોકેટ ગતિએ વધતા જોવા મળી રહ્યા છે.કોરોના કેસ ની આ બીજી  લહેર ખુબ જ ભયંકર થતી જોવા મળી રહી છે.જેમાં બાળક થી માંડીને વૃદ્ધ લોકો કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.તેવામાં  બે દિવસ પહેલા જ સુરતમાં 11 દિવસની બાળકી કોરોના સંક્રમિત જોવા મળી રહી હતી.જેમની સારવાર સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ચાલી […]

Gujarat Surat
Untitled 172 સુરતના પૂર્વ મેયરે કોરોના ગ્રસ્ત 11 દિવસની બાળકીને પ્લાઝમાં ડોનેટ કર્યા

ગુજરાતમાં કોરોના કેસ દિન પ્રતિદિન રોકેટ ગતિએ વધતા જોવા મળી રહ્યા છે.કોરોના કેસ ની આ બીજી  લહેર ખુબ જ ભયંકર થતી જોવા મળી રહી છે.જેમાં બાળક થી માંડીને વૃદ્ધ લોકો કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.તેવામાં  બે દિવસ પહેલા જ સુરતમાં 11 દિવસની બાળકી કોરોના સંક્રમિત જોવા મળી રહી હતી.જેમની સારવાર સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ચાલી રહી છે.ત્યારે આજ રોજ શહેરના  પૂર્વ મેયર જગદીશ પટેલે પ્લાઝમાં ડોનેટ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાળકીનું બ્લડ ગ્રુપ મેચ થતા તેમણે તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરી પોતાની  માનવતા મહેકાવી છે.

ઉલ્લેખનીય છે કે બાળકી સાથે તેમના માતા પિતા પણ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે. ડાયમંડ હોસ્પિટલના તબીબો સતત કાર્યશીલ રહ્યા છે.ત્યારે મારું સદભાગ્ય છે કે મારુ બ્લડગ્રુપ B +ve છે અને હું પણ ગત નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો. જેથી મારા પણ એન્ટિબોડી ડેવલપ થયા હશે એમ માનીને રિપોર્ટ કરાવતાં પ્લાઝમાં ડોનેટ કરવાના બધા જ પેરામિટર મેચ થતા હતા. જેથી સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમા બેન્કમાં 11 દિવસની નાનકડી બાળકી માટે પ્લાઝમા ડોનેટ કરી મદદરૂપ થયો છું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…