ક્રાઈમ/ ચંદીગઢથી ફલાઇટમાં આવી ગેંગ,OLX થી બાઇક ખરીદી…અને મિનિટોમાં થઇ ગયા ઉડન છુ..જાણો દીલધડક ચોરીની સનસનાટીભરી ઘટના

મેઘાણીનગરમાં આવેલા ATMમાંથી થોડા દિવસ અગાઉ 10.70 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં 2 ચોર ગેસ ક્ટર વડે ATM તોડી રોકડ રકમની ચોરી કરી રહ્યા હતા.

Ahmedabad Gujarat
Untitled 7 ચંદીગઢથી ફલાઇટમાં આવી ગેંગ,OLX થી બાઇક ખરીદી...અને મિનિટોમાં થઇ ગયા ઉડન છુ..જાણો દીલધડક ચોરીની સનસનાટીભરી ઘટના

Ahmedabad News: અમદાવાદમાં થોડા દિવસ અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં આવેલા બેંકનું ATM ગેસ કટરથી તોડી ચોરી કરાઈ હતી. આ ચોરી કરનાર ચોરને ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન -4 LCBએ સંયુક્ત ઓપરેશન કરી ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સમગ્ર દેશમાં ફ્લાઇટમાં મુસાફરી કરી ચોરી કરતા હતા. અમદાવાદમાં પણ ફ્લાઇટમાં આવ્યા હતા. આરોપીઓ ડમી આધારકાર્ડ અને ઓળખના પુરાવાને આધારે ખરીદી કરતા તથા હોટલમાં રોકાયા હતા. ઝોન 4 એલસીબી સ્કોડ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરી આરોપીને ઝડપી પાડ્યા છે.

મેઘાણીનગરમાં આવેલા ATMમાંથી થોડા દિવસ અગાઉ 10.70 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં 2 ચોર ગેસ ક્ટર વડે ATM તોડી રોકડ રકમની ચોરી કરી રહ્યા હતા. આ બનાવ બાદ પોલીસ કમિશનર પણ ઘટના સ્થળની મુલાકાતે ગયા હતા. ઝોન 4 એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી હતી.

હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ એનાલિસિસ કરતા સમરજોતસિંઘ અરોડા અને રવીન્દ્રસિંઘ ગીલ નામના વ્યક્તિઓની સંડોવણી સામે આવી હતી. બંનેની પોલીસ પંજાબથી ધરપકડ કરી હતી. આરોપીઓની તપાસમાં સામે આવ્યું હતું કે, ફ્લાઇટ મારફતે ચંદીગઢથી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યા હતા.ત્યારબાદ એરપોર્ટ નજીક હોટલમાં રોકાયા હતા. બનાવટી આધાર કાર્ડ વડે OLX મારફતે ટુ વ્હીલરની ખરીદી કરી હતી.ત્યારબાદ ATM ની રેકી કરી અને ગેસ કટર મશીન લાવ્યા હતા.મશીન વડે ATM તોડી રાતના 2 વાગે ચોરી કરી હોટલ જતા રહ્યા હતા.બીજા દિવસે આરોપીઓ ફ્લાઇટમાં દિલ્હી જતા રહ્યા હતા.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર