OMG!/ જલ્દી જ બંધ થવાનો છે ધરતીનો આ નરકનો દરવાજો, છેલ્લા 50 વર્ષથી સતત નિકળી રહી છે આગ

આપણે જ્યાં રહીએ છીએ, તે બધું જ આપણું વિશ્વ, આપણી દુનિયા બની જાય છે. પણ ખરા અર્થમાં દુનિયા ખરેખર મોટી છે. અમે તમને આ દુનિયામાં બનેલા નરકનાં દરવાજા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Ajab Gajab News
નરકનો દરવાજો

આપણે જ્યાં રહીએ છીએ, તે બધું જ આપણું વિશ્વ, આપણી દુનિયા બની જાય છે. પણ ખરા અર્થમાં દુનિયા ખરેખર મોટી છે. અમે તમને આ દુનિયામાં બનેલા નરકનાં દરવાજા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ નરકનાં દરવાજા સાથે એક મોટા ખાડાની વાત છે, જેમાં છેલ્લા 47 વર્ષથી સતત આગ સળગી રહી છે અને તે પણ આજ સુધી કોઈ કાબૂમાં નથી લાવી શક્યું. જણાવી દઇએ કે, તુર્કમેનિસ્તાનનાં ઉત્તરમાં એક મોટો ખાડો અસ્તિત્વમાં છે, એક મધ્ય એશિયાઈ દેશ જે સોવિયેત સંઘનો ભાગ હતો. જેને ‘ગેટ્સ ઓફ હેલ’ કહેવામાં આવે છે. તુર્કમેનિસ્તાનનાં રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બર્દિમુહામેદોવે કહ્યું છે કે તેઓ તેને બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે.

નરકનો દરવાજો

આ પણ વાંચો – અરવલ્લી /  સંતરામપુરની હાઇસ્કૂલમાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, વિદ્યાર્થીની માતાએ લગાવ્યો આ આરોપ

જૂની કહેવતોમાં સ્વર્ગ અને નરકનો ઉલ્લેખ થતો રહ્યો છે. સ્વર્ગમાં બધું સારું કહેવાય છે જ્યારે નરકમાં બધું નકામું કહેવાય છે. જો કે તમે સાંભળ્યુ જ હશે કે પૃથ્વી પર  પણ એક નરકનો દરવાજો છે. જી હા, જેને નરકની ઉપમા આપવામાં આવી છે. તે તુર્કમેનિસ્તાનનાં રણમાં સ્થિત છે. તેને ચોક્કસપણે નરક સાથે સરખાવવામાં આવ્યું હતું, પરંતુ તે સાચું છે કે છેલ્લા પચાસ વર્ષથી તેમાંથી આગ નીકળી રહી છે. તે ફરી એકવાર સમાચારમાં છે કારણ કે તેને બંધ કરવાનો અથવા પુલ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં તુર્કમેનિસ્તાનનાં કારકુમ રણમાં સ્થિત આ 229 ફૂટ પહોળા ખાડામાંથી સતત ગેસ નીકળી રહ્યો છે. આ ખાડો પચાસ વર્ષ પહેલા ખોદવામાં આવ્યો હતો.

નરકનો દરવાજો

એક અહેવાલ મુજબ, તુર્કમેનિસ્તાનનાં પ્રમુખ ગુરબાંગુલી બર્દિમુહામેદોવે અધિકારીઓને આગ ઓલવવા અને ખાડો બંધ કરવા માટે જે પણ પ્રયત્નો કરી શકાય તે શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. અને આ જ કારણ છે કે તે ફરી એકવાર ચર્ચામાં છે અને દુનિયાભરનાં લોકો તેનું નામ સાંભળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે, વર્ષ 1971માં સોવિયેત વૈજ્ઞાનિકો કારકુમનાં રણમાં ક્રૂડ ઓઈલનાં ભંડારની શોધ કરી રહ્યા હતા. અહીં તેમને કુદરતી ગેસનો ભંડાર મળ્યો, પરંતુ શોધ દરમિયાન ત્યાંની જમીન ધસી ગઈ અને ત્યાં ત્રણ મોટા ખાડાઓ બની ગયા. ખાડાઓમાંથી મિથેન નીકળવાનું જોખમ હતું. આને રોકવા માટે વૈજ્ઞાનિકોએ એક ખાડામાં આગ લગાવી જેથી મિથેન ખલાસ થઈ જાય અને આગ બુઝાઈ જાય. પરંતુ તેમ થયું ન હોતું અને આગ ઓલવાઈ ન હોતી.

નરકનો દરવાજો

આ પણ વાંચો – OMG! / આ ટી સ્ટોલ પર મળે છે એવી ચા, પીધા બાદ લોકો ખાઇ જાય છે કપ

ત્યારથી આ ખાડામાંથી આગ નીકળી રહી છે. જ્યાં તે અસ્તિત્વ ધરાવે છે, ત્યાં દરવાજા નામની જગ્યા છે, તેથી આ ખાડાને દરવાજા ગેસ ક્રેટર પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને નરકનો દરવાજો પણ કહે છે. કહેવાય છે કે 2010માં પણ નિષ્ણાતોએ આ ખાડાને ભરીને તેની આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ થઈ શક્યું ન હોતું. ત્યારથી આ ખાડો પ્રખ્યાત છે. તે લોકો માટે પર્યટનનું કેન્દ્ર પણ છે અને લોકો ઘણા દાયકાઓથી સળગતો ખાડો જોવા જાય છે. હાલમાં, તુર્કમેનિસ્તાનનાં રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બર્દિમુહામેદોવેએ આ ખાડાને કારણે પર્યાવરણને નુકસાન અને નાણાંનાં નુકસાનને ટાંકીને તેને બંધ કરવાનો આદેશ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તેને કેવી રીતે અને કેટલા સમય સુધી કવર કરી શકાય છે.