ધાર્મિક/ આજે સાંજથી ખુલશે સબરીમાલા મંદિરના દ્વાર, મંગળવારથી ભક્તો કરી શકશે પૂજા..

કેરળના આરોગ્ય મંત્રી વીના જૉર્જે રવિવાર કહ્યુ કે વિભાગે કોરોના વાયરસ બિમારીને ફેલાતી રોકવા માટે તીર્થયાત્રીઓ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે

Dharma & Bhakti
Untitled 221 આજે સાંજથી ખુલશે સબરીમાલા મંદિરના દ્વાર, મંગળવારથી ભક્તો કરી શકશે પૂજા..

કેરળના પત્તનંતિટ્ટા જિલ્લામાં સ્થિત સબરીમાલા મંદિર બે મહિના સુધી ચાલનારા મંડલા-મકરવિલક્કુ ઉત્સવ માટે સોમવારથી ફરીથી ખુલી જશે. ભગવાન અયપ્પાને સમર્પિત આ સબરીમાલા મંદિર આજે સાંજે ખુલશે અને લોકોને મંગળવારથી ભક્તોને પૂજાની અનુમતિ આપવામાં આવશે. સૌથી પહેલા મંદિર 41 દિવસીય મંડલા પૂજા ઉત્સવ માટે ખુલશે જે 26 ડિસેમ્બરે સમાપ્ત થશે.

આ પણ વાંચો ;ક્ચ્છ / આવો જાણીએ નામશેષના આરે આવીને ઊભેલી ‘નામદા’ કળા અને તેના ભવ્ય ઇતિહાસ વિષે…

 સબરીમાલા મંદિર 30 ડિસેમ્બરે ફરીથી ખુલશે અને મકરવિલક્કુ ઉત્સવ માટે 20 જાન્યુઆરી સુધી દર્શનની અનુમતિ હશે. કેરળના આરોગ્ય મંત્રી વીના જૉર્જે રવિવાર કહ્યુ કે વિભાગે કોરોના વાયરસ બિમારીને ફેલાતી રોકવા માટે તીર્થયાત્રીઓ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.જે લોકો સબરીમાલામાં મંદિર જવા માંગતા હોય તો તેમના માટે કોરોના વાયરસ વેક્સીનેશનના બંને ડોઝ અથવા  કોરોનાનો નો નેગેટીવ રિપોર્ટ હોવો જરૂરી છે . કોરોના વાયરસનો નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ.

આ પણ વાંચો ;ઈંડા-નોનવેજ લારીઓ હટાવવાનો AMC નો નિર્ણય / અમદાવાદમાંથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા ટાઉનપ્લાનિંગ કમિટીનો નિર્ણય

મંડલા-મકરવિલક્કુ ઉત્સવને જોતા સબરીમાલા અને તેની આસપાસ કડક સુરક્ષા કરવામાં આવશે.  રાજ્ય સ્તરે ગતિવિધિઓના સમન્વય માટે પત્તનંતિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ અને ઈડુક્કી જિલ્લામાં વિશેષ બેઠકો બોલાવવામાં આવી. આરોગ્ય વિભાગના અધિકારીઓને પંબાથી સન્નિધાનમ સુધી ઉપચાર કેન્દ્રો પર તૈનાત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો ;રાજકોટ /  મતદાર યાદી સુધારણા મહાઅભિયાન અંતર્ગત કાલે 10 હજારથી વધુ યુવાનોએ મતદાર બનવા માટે ફોર્મ ભર્યા