અજબ ગજબ ન્યૂઝ/ યુવતીએ કર્યો વિચિત્ર ખુલાસો, બોયફ્રેન્ડને ડેટ પર બોલાવીને પોતાનું જ માંસ રાંધીને ખવડાવ્યું

એક યુવતીએ અજીબોગરીબ દાવો કર્યો છે. યુવતીનું કહેવું છે કે તેણે તેના બોયફ્રેન્ડને રોમેન્ટિક ડેટ પર બોલાવ્યો હતો અને તેણે તેનું માંસ જાતે જ રાંધીને તેને ખવડાવ્યું હતું.

Ajab Gajab News
4 370 યુવતીએ કર્યો વિચિત્ર ખુલાસો, બોયફ્રેન્ડને ડેટ પર બોલાવીને પોતાનું જ માંસ રાંધીને ખવડાવ્યું

વિશ્વમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. અમુકના કાર્યો સાંભળીને તો લોકોને વિશ્વાસ પણ નથી થતો કે આવા લોકો પણ ધરતી પર રહે છે. આવી જ એક સ્ટોરી સોશિયલ મીડિયા પર સામે આવી છે. જ્યાં એક યુવતીએ વિચિત્ર ખુલાસો કર્યો છે. સ્પેનિશ સોશિયલ મીડિયા પ્રભાવક પૌલા ગોનુએ જણાવ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક ડેટ પર ગઈ હતી. તેણે વધુમાં જણાવ્યું કે આ દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના ઘૂંટણનું માંસ રાંધીને ખાધું હતું.

ઓપરેશનમાં  કાઢવામાં આવ્યું હતું તેના ઘૂંટણનું માંસ

સ્પેનિશ પ્રભાવકે જાહેર કર્યું કે તેણીએ તેના બોયફ્રેન્ડ સાથે રાત્રિભોજનમાં તેના ઘૂંટણનું માંસ ખાધું હતું. હવે તમે વિચારતા હશો કે છોકરીએ આવું કેમ કર્યું અને એવું કેવી રીતે શક્ય છે કે કોઈ પોતાનું જ માંસ ખાય. તો પૌલાએ જણાવ્યું કે ડેટના થોડા દિવસ પહેલા તેના ઘૂંટણનું ઓપરેશન થયું હતું. જેમાં ઓપરેશન દરમિયાન પૌલાના ઘૂંટણમાંથી માંસનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો હતો.

બોયફ્રેન્ડ સાથે મળીને ખાધું મારું માંસ

આ પછી પૌલાએ જણાવ્યું કે ડોક્ટરોએ તેને તેના ઘૂંટણનું માંસ ઘરે લઈ જવાનો વિકલ્પ પણ આપ્યો હતો. ત્યારબાદ તે સર્જરી બાદ તેના ઘૂંટણનું માંસ ઘરે લાવી હતી. માંસને સડવાથી બચાવવા માટે તેણે તેને ફ્રીઝરમાં મૂકી દીધું હતું. બાદમાં, જ્યારે તેણીએ તેના બોયફ્રેન્ડને રોમેન્ટિક ડેટ પર આમંત્રિત કર્યા, ત્યારે તેણીએ તેના ઘૂંટણનું માંસ રાંધ્યું અને તેની સાથે શેર કર્યું.

આ પણ વાંચો:રેલ્વે ટ્રેકમાં કેમ નથી લાગતો કાટ, જાણો.. કારણ જાણીને તમને આશ્ચર્ય થશે

આ પણ વાંચો:ક્યાં મળશે આવી ટેક્નોલોજી, વ્યક્તિએ બાઇકની હેડલાઇટને લઇ કર્યો જોર કમાલ 

આ પણ વાંચો:મહિલા કરોડોની સંપત્તિ છોડી ગઈ, પણ એવી શરત રાખી કે કોઈ ન લઈ શકે….

આ પણ વાંચો: વિશ્વનો સૌથી ભૂતિયા ટાપુ! લાખો લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, ઈતિહાસ જાણી ચોંકી જશો