Not Set/ અંગ્રેજ હુકુમતે બનાવેલ ગોલ્ડન બ્રિજે 139 વર્ષ અડીખમ રીતે પૂર્ણ કર્યા

ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ગોલ્ડન બ્રિજ ૭ ડિસેમ્બર ૧૮૭૭થી રોજ સર જોન હોક્શોની રુપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને ૧૬ મે ૧૮૮૧ને દિવસે તે બનીને તૈયાર થઇ ગયો હતો.

Gujarat Others
A 192 અંગ્રેજ હુકુમતે બનાવેલ ગોલ્ડન બ્રિજે 139 વર્ષ અડીખમ રીતે પૂર્ણ કર્યા

ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ગોલ્ડન બ્રિજ ૭ ડિસેમ્બર ૧૮૭૭થી રોજ સર જોન હોક્શોની રુપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને ૧૬ મે ૧૮૮૧ને દિવસે તે બનીને તૈયાર થઇ ગયો હતો. પુલ બનાવવાનો કુલ ખર્ચ તે સમયે રૂ. ૪૫,૬૫,૦૦૦ થયેલો. આ પુલમાં રીવૅટૅડ જોઇન્ટસનો ઉપયોગ થયેલો છે. તેને નર્મદા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જમણામાં આ પુલ માત્ર  રેલવેની અવરજવર માટે બનાવવામાં આવ્યો હતો.  ઈ.સ. ૧૮૬૦માં રેલના પાટા નાખવાનું કાર્ય શરુ થયેલું તેની સાથેસાથે આ પુલ બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી.

A 193 અંગ્રેજ હુકુમતે બનાવેલ ગોલ્ડન બ્રિજે 139 વર્ષ અડીખમ રીતે પૂર્ણ કર્યા

આ પણ વાંચો :સાણંદ પોલીસે કારમાંથી 2 લાખની કિંમતનો દારૂ પકડયો

સને ૧૮૬૩માં નર્મદામાં આવેલ ભયંકર પૂરથી પુલના છ (૬) ગાળા ખેંચાઈ ગયા હતા. ફરીથી બનાવેલા આ ગાળાઓમાંથી ચાર જ વર્ષ પછી ૧૮૬૮ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર પૂર આવવાથી ચાર ગાળાઓને નુકશાન થયું. આથી આ પુલની સાથે બીજો એક પુલ બાંધવામાં આવ્યો. તેનું બાંધકામ ૧૮૭૧માં પૂર્ણ થયું.

A 194 અંગ્રેજ હુકુમતે બનાવેલ ગોલ્ડન બ્રિજે 139 વર્ષ અડીખમ રીતે પૂર્ણ કર્યા

૧૮૬૦થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ રૂ. ૪૬,૯૩,૩૦૦નો ખર્ચ થયો. આ પુલ ૧૮૬૬ સુધી ટક્યો. એ વર્ષમાં સપ્ટેમ્બરમાં વળી પાછી ભારે રેલ આવવાથી પુલના છવ્વીસ (૨૬) ગાળાને નુકશાન પહોંચ્યું હતું. વહેવાર ચાલુ રાખવા માટે બીજો કમચલાઉ પુલ રૂપિયા એક લાખ પચાસ હજારના ખર્ચે બાંધવામાં આવ્યો. ૧૮૭૭ના ડિસેમ્બરની ૭મી તારીખથી બીજો પુલ બાંધવાનો પ્રારંભ કરાયો. ૧૮૮૧ના મે માસની ૧૬ મી એ બંધાઈ રહ્યો. એની પાછળ આશરે રૂ. ૩ કરોડ ૭ લાખને ૫૦ હજારનો ખર્ચ થયો.

A 195 અંગ્રેજ હુકુમતે બનાવેલ ગોલ્ડન બ્રિજે 139 વર્ષ અડીખમ રીતે પૂર્ણ કર્યા

આ પણ વાંચો :વડોદરાના વારસિયા વિસ્તારના ઘરમાંથી માતા-પુત્રીનું મૃતદેહ મળ્યો

આ પુલ ૧૮૬૦ની સાલમાં બંધાવા માંડ્યો તે ૧૮૭૭ સુધીમાં અને ત્યાર બાદ મજબૂત પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ. ૮૫,૯૩,૪૦૦નો ખર્ચ થયો હતો. જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં તે સોનાનો પુલ બાંધ્યો હોય તેટલો બધો ખર્ચ અંગ્રેજ સરકારને – રેલ્વેને થયેલ હોવાથી આ પુલ “સોનાનો પુલ” તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો :સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ : વિજયભાઇ રૂપાણી

kalmukho str 12 અંગ્રેજ હુકુમતે બનાવેલ ગોલ્ડન બ્રિજે 139 વર્ષ અડીખમ રીતે પૂર્ણ કર્યા