ભાવ વધારો/ સરકાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કરી શકે છે ઘટાડો, થઇ રહ્યો છે પૂરો પ્રયત્ન

પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ વચ્ચે, નાણાં મંત્રાલય હવે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનાં વિકલ્પ પર વિચાર કરી રહી છે. જેનાથી સામાન્ય માણસને આસમાને પહોંચેલા ભાવથી તાત્કાલિક રાહત મળશે.

Business
Mantavya 20 સરકાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કરી શકે છે ઘટાડો, થઇ રહ્યો છે પૂરો પ્રયત્ન

પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ વચ્ચે, નાણાં મંત્રાલય હવે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનાં વિકલ્પ પર વિચાર કરી રહી છે. જેનાથી સામાન્ય માણસને આસમાને પહોંચેલા ભાવથી તાત્કાલિક રાહત મળશે. ન્યૂઝ એજન્સી રોઈટર્સે તેના એક અહેવાલમાં સૂત્રોનાં હવાલાથી આ માહિતી આપી છે. છેલ્લા 10 મહિના દરમિયાન, ક્રૂડ ઓઇલનાં ભાવમાં બમણા વધારાથી ભારતમાં બળતણની કિંમતમાં વધારો થયો છે, પરંતુ, પેટ્રોલ-ડીઝલનાં છૂટક ભાવે, સામાન્ય લોકોને 60 ટકા સુધીનાં કર અને ડ્યુટી ચૂકવવી પડી રહી છે. કોરોના વાયરસ રોગચાળાએ આર્થિક પ્રવૃત્તિઓને પણ ભારે અસર કરી છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાત કરનારો દેશ છે.

ભાવ વધારો / જનતા પર ફરી મોંઘવારીનો માર, પેટ્રોલ બાદ CNG-PNG નાં ભાવમાં વધારો

છેલ્લા 12 મહિનામાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે વખત ટેક્સ વધાર્યો છે. આમ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સૌથી નીચલા રેકોર્ડ સ્તરે હોવા છતાં પણ સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલ મોરચે મોટી રાહત મળી ન હોતી.

Attack / મેક્સિકોમાં સામૂહિક હત્યાકાંડમાં 10 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા

માર્ચની મધ્ય સુધીમાં નિર્ણય લઈ શકાય છે

નાણાં મંત્રાલય હવે વિવિધ રાજ્યો, ઓઈલ કંપનીઓ અને ઓઈલ મંત્રાલયનાં સહયોગથી કર ઘટાડવાની રીત પર વિચારણા કરી રહ્યું છે. સૂત્રો કહે છે કે કેન્દ્રએ એ પણ જોવું રહ્યું કે, કર ઘટાડવાથી તેની ફાઇનાન્સ પર અસર ન પડે. એક સૂત્રએ કહ્યું, ‘અમે કિંમતોને કેવી રીતે સ્થિર રાખવી તે અંગે ચર્ચા કરી રહ્યા છીએ. અમે માર્ચનાં મધ્ય સુધીમાં આ અંગે નિર્ણય લઈ શકીશું.’ નામ ન જાહેર કરવાની શરતે એક સૂત્રએ કહ્યું કે, સરકાર ઈચ્છે છે કે ટેક્સ ઘટાડા પહેલા ઓઈલનો ભાવ સ્થિર રહે. કેન્દ્ર ફરી એકવાર ટેક્સ માળખામાં કોઈ મોટા ફેરફાર કરવા માંગતી નથી. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભાવ વધારો / ગૃહિણીની વધી ચિંતા, LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો ભાવ વધારો

કેટલાક રાજ્યોએ ટેક્સમાં ઘટાડો કર્યો છે

તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, ‘બળતણ પરનો ટેક્સ ક્યારે ઓછો થશે ત્યાં સુધી હું કહી શકતો નથી, પરંતુ કેન્દ્ર અને રાજ્યોએ મળીને બળતણ પરનો ટેક્સ ઘટાડવો પડશે.’ જોકે, વધતા ભાવ વચ્ચે કેટલાક રાજ્યોએ તેમના સ્તરે પેટ્રોલ-ડીઝલ પરનો કર ઘટાડ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ