Gandhinagar/ કર્મચારી-પેન્શનરોને સરકારે દિવાળી પહેલા આપી મોટી ભેટ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે.

Gujarat Others
sss 39 કર્મચારી-પેન્શનરોને સરકારે દિવાળી પહેલા આપી મોટી ભેટ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. જણાવી દઇએ કે, રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાને શુક્રવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ખુબ જ મોટી ભેટ આપી છે. ડેપ્યુટી CM નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના મહામારીમાં સરકારી કર્મચારીઓ ખડેપગે ઉભા રહ્યા છે. થોડા દિવસો બાદ તહેવારો શરૂ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 6 મહિનાનાં મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ સરકારી કર્મચારીઓને ચૂકવાશે.

સરકારી કર્મચારીઓને સરકારની દિવાળી ભેટ
કર્મચારી-પેન્શનરોને ચૂકવાશે મોંઘવારી-ભથ્થુ
3 મહિનાનું મોંધવારી ભથ્થું ચૂકવવાની જાહેરાત
9 લાખ 61 હજાર કર્મચારીઓને મળશે લાભ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત

રાજ્યનાં સરકારી કર્મચારીઓને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. 6 મહિનામાંથી 3 મહિનાનું મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર ચૂકવશે. મોંઘવારી ભથ્થાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી પર રૂપિયા 464 કરોડનો બોજો પડશે. ઉપરાંત વર્ગ-4ના કર્મચારીઓને સરકાર 3500 રૂપિયાની મર્યાદામાં દિવાળી બોનસ ચૂકવશે.

રાજ્યનાં 9 લાખ 61 હજારથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. વર્ગ 4 નાં 30 હજાર કર્મચારીઓને રૂ. 3500 લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાશે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ચૂકવાતા રાજ્યની તિજોરી પર રૂ 464 કરોડનો બોજ પડશે. રાજ્ય સરકારે દિવાળી પહેલા જ સરકારી કર્મચારીઓને એક સારા સમાચાર આપી દીધા છે. જે અંતર્ગત આજે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા આ અંગેની વિગતો આપી હતી.