Not Set/ ટેક્સ કલેક્શન લક્ષ્યથી સરકાર રહી ઘણી પાછળ, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો વધારો

સરકારનો કર સંગ્રહ તેના નિર્ધારિત લક્ષ્યાંકથી ઘણો પાછળ ચાલી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી 17 સપ્ટેમ્બરનાં ગાળામાં સરકારનો સીધો કર સંગ્રહ 4.7 ટકા વધીને 5.50 લાખ કરોડ રૂપિયા થયો છે જે અગાઉનાં નાણાકીય વર્ષનાં સમાન ગાળામાં રૂ. 5.૨5 લાખ કરોડ હતો. જોકે, સરકારે સમગ્ર નાણાકીય વર્ષ માટે ટેક્સ વસૂલાતમાં 17.5 ટકાનો વધારો કરવાનું લક્ષ્ય […]

Business
12ed2b99af035fa77943370c3f47d89f ટેક્સ કલેક્શન લક્ષ્યથી સરકાર રહી ઘણી પાછળ, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો વધારો

સરકારનો કર સંગ્રહ તેના નિર્ધારિત લક્ષ્યાંકથી ઘણો પાછળ ચાલી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી 17 સપ્ટેમ્બરનાં ગાળામાં સરકારનો સીધો કર સંગ્રહ 4.7 ટકા વધીને 5.50 લાખ કરોડ રૂપિયા થયો છે જે અગાઉનાં નાણાકીય વર્ષનાં સમાન ગાળામાં રૂ. 5.૨5 લાખ કરોડ હતો. જોકે, સરકારે સમગ્ર નાણાકીય વર્ષ માટે ટેક્સ વસૂલાતમાં 17.5 ટકાનો વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

માંગમાં ઘટાડો અને એકંદર વૃદ્ધિમાં ઘટાડો એ અપેક્ષા કરતા ઓછા કર સંગ્રહને કારણે છે. વર્તમાન સ્થાનિક નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) નો વિકાસ દર પાંચ ટકા પર આવી ગયો છે, જે તેના છ વર્ષનાં નીચા સ્તરે છે. ટેક્સ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રૂ. 5.50 લાખ કરોડનાં કર સંગ્રહમાંથી એડવાન્સ ટેક્સ કલેક્શન 7.3 ટકા વૃદ્ધિની સાથે 2.20 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે જે  પાછલા નાણાકીય વર્ષનાં સમાન ગાળામાં 2.05 લાખ કરોડ રૂપિયા રહ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, બજેટમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.5 ટકા અને આખા નાણાકીય વર્ષમાં પરોક્ષ વેરા માટે 15 ટકાનો વધારો કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. એક વરિષ્ઠ કર અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં કુલ કર સંગ્રહ 5.5 લાખ કરોડ થયો છે, જે ગયા નાણાકીય વર્ષનાં સમાન ગાળામાં 5.25 લાખ કરોડ રૂપિયા હતો. ચોખ્ખા વેરાની વસૂલાત રૂ. 4.5 લાખ કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષનાં સમાન ગાળામાં રૂ. 4.25 લાખ કરોડ રહ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.