સહાય/ કોરોનાથી માતા – પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોની વ્હારે સરકાર, હવે આ રીતે કરાશે મદદ

કોરોના મહામારીમાં અનેક જિંદગી બે ઘર થઇ ગઈ છે સાથે અનેક બાળકોને માતાપિતાની છત્રછાયા પણ ગુમાવી છે ત્યારે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 4 મે 2021ના રોજ એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Gujarat Others
A 280 કોરોનાથી માતા - પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોની વ્હારે સરકાર, હવે આ રીતે કરાશે મદદ

કોરોના મહામારીમાં અનેક જિંદગી બે ઘર થઇ ગઈ છે સાથે અનેક બાળકોને માતાપિતાની છત્રછાયા પણ ગુમાવી છે ત્યારે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 4 મે 2021ના રોજ એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેને જ પગલે ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા ખાતા એ કોરોના મહામારીમાં બાળકના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈને બાળ સંભાળ સંસ્થાઓને જાણ કરવામાં આવી છે કે જે બાળકોના માતાપિતા કોવીડ પોઝીટીવ હોય અથવા એક વાલી પોઝીટીવ હોય અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને બાળકોની સારસંભાળ નથી કરી શકતા તેવા બાળકો જરૂરી ચકાસણી કરીને બાળકોને ચાઈલ્ડ વેલ્ફેરની મંજુરી મેળવી જરૂરિયાત મુજબ પ્રવેશ આપવાનો રહેશે.

તે સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોરોનાની સારવાર દરમિયાન જે બાળકોના માતાપિતાનું દુ:ખદ અવસાન થયું હશે તેવા 0 થી 18 વર્ષ સુધીના બાળકોને સંલગ્ન વાલીવારસ સાથે સંપર્કમાં રહીને સંસ્થામાં બાળગૃહમાં દાખલ કરવાના આદેશ રાજ્ય સરકારે જીલ્લા બાળ સુરક્ષા અધિકારીને આપ્યા છે.

આ પણ વાંચો :આજે બપોરે દેખાયો જૈનદેરાસરમાં એક ચમત્કારિક ઘટના, જેનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી

જે બાળકો પોતાના અન્ય કુટુંબ કે સગાસંબંધી સાથે રહેવા માંગે છે તેવા બાળકોને રાજ્ય સરકાર દ્વારા એક બાળક દીઠ રૂપિયા 3000ની સહાય આપવામાં આવશે. તેમજ જે બાળકોની કોઈ સારસંભાળ નથી કરી શકતા તેવા બાળકોને રાજ્યના 33 બાળગૃહમાં સારસંભાળ રાખશે.

આ પણ વાંચો :ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતને મળી મારી નાખવાની ધમકી, કહ્યું – અશ્લીલ વીડિયો મોકલી..

આ પણ વાંચો :છાપી હાઇવે પર એસટી બસમાં લાગી આગ, 10 મુસાફરોને બચાવાયા..

kalmukho str 18 કોરોનાથી માતા - પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોની વ્હારે સરકાર, હવે આ રીતે કરાશે મદદ