Gas cylinder/ સરકાર ઘરેલુ LPG ગેસ સિલિન્ડર પર QR કોડ લગાવશે, જાણો શુ થશે ફાયદો

આનાથી સિલિન્ડરનું ટ્રેકિંગ સરળ બનશે અને ગેસ ચોરો પકડાશે. સિલિન્ડર પરનો આ QR કોડ એ જ રીતે કામ કરશે જે રીતે આધાર કાર્ડ કામ કરે છે…

Top Stories Business
QR code on LPG

QR code on LPG: ઘરેલું LPG ગેસ સિલિન્ડરમાં ગેસ ચોરીની સમસ્યા વારંવાર થતી રહે છે. ઘણી વખત એવું બને છે કે આપણે જે સિલિન્ડર ખરીદીએ છીએ તેમાં અમુક કિલો ગેસ ઓછો હોય છે. પરંતુ તેને શોધવું ખૂબ મુશ્કેલ બની જાય છે, જેના કારણે તેના વિશે કોઈ ફરિયાદ થતી નથી. પરંતુ હવે તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવશો. હવે LPG ગેસ સિલિન્ડર પર QR કોડ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે એટલે કે ગઈકાલે LPG સપ્તાહ 2022 દરમિયાન આ નવી અને વિશેષ સુવિધા લોન્ચ કરી હતી. આ સંદર્ભે એક ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે આ એક ઇંધણને ટ્રેસ કરવાનો માર્ગ છે. તે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોમાં પેસ્ટ કરવામાં આવશે, તેનાથી તે ગેસ ચોરી, ટ્રેકિંગ અને ટ્રેસિંગ સાથે સિલિન્ડરોના ઇન્વેન્ટરી મેનેજમેન્ટને લગતી ઘણી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. આ સાથે, સિલિન્ડરો પરનો QR કોડ ગેસ ચોરીને રોકવા તેમજ ગેસ લીકીંગ અને સલામતી સંબંધિત સમસ્યાઓને ઉકેલવામાં ઉપયોગી સાબિત થશે. આ ખાસ QR કોડ આગામી ત્રણ મહિના દરમિયાન ઘરેલુ LPG સિલિન્ડરમાં ફીટ કરવામાં આવશે. આ સિવાય QR કોડ સિલિન્ડરને કેટલી વાર રિફ્યુઅલ કરવામાં આવ્યું છે, તે ક્યાંથી કરવામાં આવ્યું છે, સુરક્ષા પરીક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું છે વગેરે વિગતો તેમાં હશે. તેનાથી ગ્રાહક સેવા પણ સરળ બનશે.

જણાવી દઈએ કે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ હતું કે સરકાર તમામ LPG ગેસ સિલિન્ડરને QR કોડથી સજ્જ કરશે. આનાથી સિલિન્ડરનું ટ્રેકિંગ સરળ બનશે અને ગેસ ચોરો પકડાશે. સિલિન્ડર પરનો આ QR કોડ એ જ રીતે કામ કરશે જે રીતે આધાર કાર્ડ કામ કરે છે.

આ પણ વાંચો: FIFA WORLD CUP/ફિફા વર્લ્ડકપઃ મહિલા પ્રશંસકોએ જો આ ધ્યાન ન રાખ્યું તો જેલના