Not Set/ બુરાડી સામુહિક આત્મહત્યા: આ માણસ હોઈ શકે છે માસ્ટરમાઈન્ડ

નવી દિલ્હી, બુરાડીમાં એક પરિવારના 11 લોકોનું ફાંસી લાગવાથી મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમમાં આ વાતનો ખુલાસો થયા બાદ પોલીસ આ કેસની તપાસ સામુહિક આત્મહત્યાના આધાર પર કરી રહી છે. પહેલા સામુહિક હત્યાનો કેસ દખલ કરવામાં આવ્યો હતો. લોકોનું કહેવાનું છે કે આ પરિવારમાં એક દાઢી વાળો શખ્સ અઠવાડિયામાં બે-ત્રણ વાર આવતો હતો. અને બે-ત્રણ કલાક રોકાતો […]

Top Stories India
phpThumb generated thumbnail બુરાડી સામુહિક આત્મહત્યા: આ માણસ હોઈ શકે છે માસ્ટરમાઈન્ડ

નવી દિલ્હી,

બુરાડીમાં એક પરિવારના 11 લોકોનું ફાંસી લાગવાથી મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમમાં આ વાતનો ખુલાસો થયા બાદ પોલીસ આ કેસની તપાસ સામુહિક આત્મહત્યાના આધાર પર કરી રહી છે. પહેલા સામુહિક હત્યાનો કેસ દખલ કરવામાં આવ્યો હતો. લોકોનું કહેવાનું છે કે આ પરિવારમાં એક દાઢી વાળો શખ્સ અઠવાડિયામાં બે-ત્રણ વાર આવતો હતો. અને બે-ત્રણ કલાક રોકાતો હતો. પોલીસને એ શખ્સ પર જ પરિવારના લોકોને મોક્ષ માટે બ્રેન વોશ કરવાનો શક છે.

phpThumb generated thumbnail 1 બુરાડી સામુહિક આત્મહત્યા: આ માણસ હોઈ શકે છે માસ્ટરમાઈન્ડ

સુત્રોએ જણાવ્યું કે એક બાબાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, પોલીસ આ વાતનો ઇનકાર કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચને પણ કોઈ ગદા બાબા વિશે જાણકારી મળી છે. પોલીસ તપાસમાં પાંચ ફોન નંબર સામે આવ્યા છે. જેના વિશે પોલીસ જાણકારી મેળવી રહી છે.

ઘરમાંથી જપ્ત કરાયેલા રજીસ્ટરમાં વડની પૂજા પર 37 પન્ના લખવામાં આવ્યા છે. ઘરમાં મૃતદેહો પણ વડવાઈની જેમ લટકી રહ્યા હતા. અહી પણ લખ્યું હતું કે અમે મરવાના નથી. પરમાત્માને મળીને પાછા આવી જઈશું. સાત દિવસ પૂજા કરવાની છે. આ વચ્ચે જો કોઈ બહારનું ઘરે આવી જાય તો બીજા દિવસ પુજા નવેસરથી શરુ કરવી. પૂજા માટે ગુરુવાર અને રવિવારનો દીવસ પસંદ કરવામાં આવ્યો છે. ક્રિયા રાતે 12થી 1 વાગ્યા વચ્ચે કરવાની છે. આ પહેલા હવન કરવાનો છે. પોતે પોતાના હાથ બાંધવાના છે. ક્રિયા થયા બાદ બીજું કોઈ હાથ ખોલશે.

699691 burari pti 1 1 બુરાડી સામુહિક આત્મહત્યા: આ માણસ હોઈ શકે છે માસ્ટરમાઈન્ડ

ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ વૃદ્ધ મહિલાના બે પુત્ર લલિત અને ભૂપી હતા. લલિતને એના પિતા સપનામાં દેખાતા હતા. લલિત સૌથી વધારે ધાર્મિક હતો. માનવામાં આવી રહ્યું છે કે રજીસ્ટરમાં નોટ લલિતે જ લખી હતી. સૌથી છેલ્લે લલિત અને ટીનાનું મૃત્યુ થયું. અને 11 મૃતકોમાં આ બંનેના જ હાથ ખુલા હતા.

પોલીસને ઘરની દીવાલ પર પ્લાસ્ટિકના 11 પાઈપ અને 11 સળિયા મળ્યા હતા. પોલીસ આને મોત સાથે જોડીને જોઈ રહી હતી. જોકે, કોટાથી આવેલા પરિવારના મોટા પુત્ર દીનેશનું કહેવાનું છે કે એ પાઈપો એમણે વેન્ટીલેશન માટે લગાવ્યા હતા.