Not Set/ તામિલનાડુના રાજ્યપાલને પંજાબના રાજ્યપાલની જવાબદારી પણ સોંપવામાં આવી

બનવારી લાલ પુરોહિત જે આસામના રાજ્યપાલ પણ હતા, નાગપુર લોકસભા બેઠક પરથી ત્રણ વાર સાંસદ પણ રહી ચૂક્યા છે અને તામિલનાડુના હાલ રાજ્યપાલ છે

Top Stories
governor તામિલનાડુના રાજ્યપાલને પંજાબના રાજ્યપાલની જવાબદારી પણ સોંપવામાં આવી

તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને શુક્રવારે પંજાબના રાજ્યપાલની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પંજાપના રાજ્યપાલ પદે નિયુક્ત કર્યા. આ તમામ જવાબદારીઓ સાથે પુરોહિતને ચંડીગઢના વહીવટદાર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.આ અંગે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સામાન્ય આદેશ ન થાય ત્યાં સુધી બનવારીલાલ પુરોહિત તામિલનાડુની સાથે પંજાબના રાજ્યપાલ પણ રહેશે અને ચંદીગઢના પ્રશાસકની જવાબદારી પણ સંભાળશે. પુરોહિતને સપ્ટેમ્બર 2017 માં તમિલનાડુના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

President Ram Nath Kovind appoints Banwarilal Purohit, Governor of Tamil Nadu to discharge the functions of Governor of Punjab, in addition to his own duties from the date he assumes charge of the office of the Governor of Punjab, until regular arrangements are made.

(File pic) pic.twitter.com/L7fZLCNSaG

— ANI (@ANI) August 27, 2021

બનાવારી લાલ પુરોહિત જે આસામના રાજ્યપાલ પણ હતા, નાગપુર લોકસભા બેઠક પરથી ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે. તેમાંથી તેઓ બે વખત કોંગ્રેસની ટિકિટ પર અને એક વખત ભાજપમાંથી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે  રામમંદિર આંદોલન શરૂ થયા બાદ તેમણે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસની ટિકિટ પર બે વખત નાગપુર લોકસભા બેઠક જીતી ચૂકેલા પુરોહિતને ભાજપમાં જોડાયા બાદ 1991 ની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, 1996 ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી એકવાર ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા.