રાજકોટ/ ધ ગ્રેટ ખલીએ માણ્યો પાણીપુરીનો સ્વાદ ,૧૫ મિનિટમાં આટલી પ્લેટ આરોગી

વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીએ રવિવારે રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. તેઓ રાતે  વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા હતા.

Gujarat Rajkot
Untitled 245 ધ ગ્રેટ ખલીએ માણ્યો પાણીપુરીનો સ્વાદ ,૧૫ મિનિટમાં આટલી પ્લેટ આરોગી

રાજકોટના મહેમાન બનેલા ભારતીય ફાઇટર “ધ ગ્રેટ ખલી”એ નાસ્તાનો સ્વાદ માણ્યો હતો. જિમ લોન્ચિંગ બાદ ખલીએ પાણીપુરી ટેસ્ટ કરી હતી. ખલીને પાણીપુરીનો સ્વાદ એટલો પસંદ આવ્યો હતો કે મિનિટોમાં તેણે ૧૫ પ્લેટ પાણીપુરી આરોગી હતી.

આ પણ વાંચો: અમેરિકી રેસ્ટોરન્ટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિને ન મળી એન્ટ્રી, જાણો કારણ

વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીએ રવિવારે રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. તેઓ રાતે  વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધ ગ્રેટ ખલીએ કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપૂરી ખાવાની મજા માણી હતી. તેમણે ૧૦ પ્લેટ પાણીપૂરી, ૫ પ્લેટ સેવ-દહીંપૂરી ખાધી હતી, એટલે કે ૬૦ નંગ પાણીપૂરી ૨૫ નંગ સેવ-દહીંપૂરી ખાવાની મજા માણી હતી તેમજ ૫૦૦ એમએલની પાણીની ૪ બોટલ પણ પીધી હતી. મહત્ત્વનું છે કે ખલીએ રાજકોટના જાહેર માર્ગ પર સામાન્ય લોકોની જેમ કારની બોનેટ પર પાણીપૂરીની પ્લેટ રાખી ખાવાની મજા માણી હતી. ખુલ્લી જીપમાં રાજકોટની લટારે નીકળ્યા હતા.

આ પણ વાંચો :CM કેજરીવાલે ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણીની શરૂ કરી તૈયારીઓ, આપ્યા આ 7 વચન

સ્વાદપ્રિય જનતાના શહેરમાં પધાર્યા બાદ હવે આંતરાષ્ટ્રીય ફાઇટર ધ ગ્રેટ ખલી રાજકોટમાં આવ્યા બાદ ડાયટિંગથી દુર રહીને પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. મિનિટોમાં જ ખલીએ પાણીપુરી અને સેવપુરીની ૧૫ પ્લેટો ચટ કરી ગયા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ જવા માટે નિકળ્યા હતા.

આ પણ વાંચો :ઉધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, લોકોએ ઘાયલ થયેલા પાયલોટને આ રીતે બચાવ્યા