Chhotaudepur News: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના બોડેલી (Bodeli)ના ગંગા નગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પટેલની પુત્રી નેન્સી પટેલ જેના વડોદરા ખાતે લગ્ન થયા છે તે દીકરીનું અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું હતું. નેન્સી પટેલ પોતાની દીકરીને મૂકવા વડોદરા આવી હતી અને પરિવારને મળવા માટે બોડલી પણ આવી હતી પરંતુ વિદાય એ રીતે થશે તે કોઈ કલ્પી પણ ન શક્યું.
મૃતદેહોની ઓળખ માટે પરિવાર જન્મમાં DNA સેમ્પલ લઇ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તંત્ર દ્વારા તેના પરિવારજનોને ફોન કરીને જાણ કરવામાં આવી કે “તેમનો DNA રિપોર્ટ મેચ થયો છે” અને મૃતદેહ લેવા માટે અમદાવાદ બોલાવ્યા હતા. ત્યારે પરિવારજનો એમ્બ્યુલન્સ લઈ નેન્સીનો મૃતદેહ લેવા વડોદરાથી અમદાવાદ પહોંચ્યા હતા.
તેના આધારે પરિવારજનો શનિવારે નેન્સીના અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા હતા સગા-સંબંધીઓને જાણ કરવામાં આવી દુઃખદ વળાંક આવ્યો ત્યારે, જયારે તંત્ર તરફથી માહિતી મળીને જણાવ્યું કે જે DNA રિપોર્ટ મેચ થયો છે તેમાં “નેન્સીનું નામ નથી”. આ સમાચાર મળતાની સાથે આખું પરિવાર ધક્કામાં આવી ગયું. પૂરજોશે કરાયેલા અંતિમ સંસ્કારના આયોજનને તાત્કાલિક મેસેજ અને ફોન કરી રદ કરવું પડ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે કહ્યું હતું કે હવે DNA મેચિંગ રિપોર્ટ બાદ જ પરિવારને પુનઃ જાણ કરવામાં આવશે અને ત્યારબાદ પરિવારજનો મૃતદેહ સોંપવામાં આવશે. DNA રિપોર્ટ સ્પષ્ટ થવાને પહેલાં જ પરિવારને બોલાવી લેવાવાના કારણે તંત્ર સામે ફરી એકવાર બેદરકારીના ગંભીર આરોપો ઉઠ્યા છે. પરિવારને “દીકરી ગુમાવી એ તો દુઃખદ હતું જ, પણ હવે ફરીથી એવી અનિશ્ચિતતા અને માનસિક તણાવનો સામનો વારો આવ્યો છે.
@સુલેમાન ખત્રી
આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી
આ પણ વાંચો:એર ઈન્ડિયા પાસે બોઈંગનાં 26 વિમાન, ભારતમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની શું છે સ્થિતિ?
