OBC reservation bill/ OBC સમુદાયને ગુજરાત સરકારે આપી આ મોટી ભેટ

ગુજરાત વિધાનસભામાં OBC અનામત બિલ પાસ કરવામાં આવ્યું છે.  ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક બિલ પર મહોર લગાવી છે. હવેથી સ્થાનિક સ્વરાજમાં 27 ટકા અનામત

Top Stories Gujarat
4 16 12 OBC સમુદાયને ગુજરાત સરકારે આપી આ મોટી ભેટ
  • OBC સમુદાયને ગુજરાત સરકારની મોટી ભેટ
  • ગુજરાત વિધાનસભામાં OBC અનામત બિલ પાસ
  • ભુપેન્દ્ર પટેલ સરકારે કર્યું ઐતિહાસિક બિલ પાસ
  • હવેથી સ્થાનિક સ્વરાજમાં 27 ટકા અનામત
  • 10 ટકાથી વધારી સરકારે 27 ટકા અનામત કરી
  • OBC સમાજો નેતૃત્વમાં સીધા ભાગીદાર બનશે

ગુજરાત વિધાનસભામાં OBC અનામત બિલ પાસ કરવામાં આવ્યું છે.  ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક બિલ પર મહોર લગાવી છે. હવેથી સ્થાનિક સ્વરાજમાં 27 ટકા અનામત.  અનામત  10 ટકાથી વધારીને 27 ટકા કરી. OBC સમાજો નેતૃત્વમાં સીધા ભાગીદાર બનશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલતી રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજોને 27 ટકા અનામત આપવા માટેનું વિધેયક વિધાનસભામાં પાસ કરીને અન્ય પછાત વર્ગોને ખૂબ જ મોટી ભેટ આપી છે. આ વિધેયક પાસ થતાં જ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી વર્ગોનું નેતૃત્વ 27 ટકા થઈ જશે અને આવનારી તમામ ચૂંટણીઓમાં ઓબીસી સમુદાયોને આનો લાભ મળશે.

નોંધનીય છે કે ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં પણ OBC સમાજને 27 ટકા અનામત આપવાની જોગવાઇ થઇ છે. બિલ પસાર થતા હવે 8 મનપામાં 181 બેઠક OBC માટે અનામત થશે, તો 33 જિલ્લાની અંદાજે 105 બેઠક હતી જે હવે બિલ આવતા 206 થશે. જ્યારે તાલુકા પંચાયતમાં 906 બેઠક અનામત થશે. તો ગ્રામ પંચાયતમાં 22,617 બેઠક અનામત થશે. અને 156 નગરપાલિકામાં 1270 બેઠક OBC સમાજ માટે અનામત થશે.