Not Set/ યુવાનને પોલીસ કસ્ટડીમાં લીધા બાદ માર મારવાને મામલે હાઈકોર્ટ બગડી

જામનગરના એક યુવાનને ગયા જુલાઈ મહિનામાં પોલીસે અટકાયતમાં લીધા પછી એલસીબી કચેરીએ ખસેડી ત્રણ પોલીસકર્મી, એક મહિલા પોલીસ કર્મચારી સહિત છએ માર માર્યાની અરજી પાઠવાયા પછી કોઈ પગલાં નહીં ભરાતાં ભોગ બનનાર યુવાને હાઈકોર્ટમાં સ્પે. એપ્લીકેશન કરી હતી. તેના અનુસંધાને હાઈકોર્ટે સીઆરપીસી ૧૫૬(૩) હેઠળ જામનગરની ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા અને કાયદા મુજબ નિર્ણય કરવા […]

Gujarat
gujarat highcourt 1 યુવાનને પોલીસ કસ્ટડીમાં લીધા બાદ માર મારવાને મામલે હાઈકોર્ટ બગડી

જામનગરના એક યુવાનને ગયા જુલાઈ મહિનામાં પોલીસે અટકાયતમાં લીધા પછી એલસીબી કચેરીએ ખસેડી ત્રણ પોલીસકર્મી, એક મહિલા પોલીસ કર્મચારી સહિત છએ માર માર્યાની અરજી પાઠવાયા પછી કોઈ પગલાં નહીં ભરાતાં ભોગ બનનાર યુવાને હાઈકોર્ટમાં સ્પે. એપ્લીકેશન કરી હતી. તેના અનુસંધાને હાઈકોર્ટે સીઆરપીસી ૧૫૬(૩) હેઠળ જામનગરની ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા અને કાયદા મુજબ નિર્ણય કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં રહેતાંં યોગરાજસિંહ ભાવુભા ચુડાસમા નામના યુવાનને ગઈ તા. ૨૨-૦૭-૨૦૨૦ના દિને ગુરૃદ્વારા ચોકડી પાસેથી એક મોટરમાં આવેલા બે વ્યક્તિએ બળજબરીથી મોટરમાં બેસાડી એલસીબી કચેરીએ લઈ જઈ માર માર્યા પછી તેનો મોબાઈલ ઝૂંટવી લીધાની અને આ યુવાનને એક મહિલા પોલીસકર્મી વગેરેએ બેરહેમ માર માર્યાની અરજી અગાઉ એસપીને પાઠવવામાં આવી હતી.

ત્યારપછી આ યુવાનને ગોંધી પણ રાખવામાં આવ્યો હોય તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં વડી અદાલતે આ યુવાનની ફરિયાદ અંગે તપાસ કરવા અને જાણ કરવા હુકમ કર્યો હતો. તે પછી કોઈ કાર્યવાહી ન થતાં યોગરાજસિંહે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગેની અરજી હાઈકોર્ટમાં કરી હતી. વડી અદાલતે ફરિયાદની કાર્યવાહી કરવી તથા ગુન્હો બનતો ન હોય તો લેખિત કારણ આપવા હુકમ કર્યો હતો. તેની સામે આક્ષેપોને સમર્થન મળતું નથી તે પ્રકારનો પત્ર અપાતાં યોગરાજસિંહે ગયા ડિસેમ્બર મહિનામાં ફરીથી એસપીને અરજી કરી હતી. તે બાબતે પણ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં ફરીથી અરજી કરાઈ હતી.

ત્યારપછી વડી અદાલતે ગઈ તા. ૨૫-૦૭-૨૦૨૦ના દિને એસપીને અરજદારે આપેલી લેખિત ફરિયાદ બાબતે જામનગરની ચીફ કોર્ટમાં સીઆરપીસીની કલમ ૧૫૬(૩) હેઠળ ફરિયાદ અરજી દાખલ કરવા અને તે અરજી અન્વયે મેજીસ્ટ્રેટને કાયદા મુજબ નિર્ણય કરવા આદેશ કર્યો છે. ફરીયાદી તરફથી વકીલ પ્રેમલ રાચ્છ તેમજ જામનગરના નિખિલ બી. બુદ્ધભટ્ટી રોકાયા છે. ફરિયાદ અરજીમાં એલસીબીના ત્રણ પોલીસકર્મી, બેડી મરીન પોલીસ સ્ટેશનના એક મહિલા પોલીસકર્મી અને બે અજાણ્યા અંગે વિગત આપવામાં આવી છે.