અમરેલી/ હિસ્ટ્રીશીટરે RTOના અધિકારીને આપી ધમકી, ગણતરીનાં કલાકોમાં પોલીસે ઝડપ્યો

અમરેલી RTOના મુખ્ય અધિકારી ઇન્દ્રજીત ટાંકને હિસ્ટ્રીશીટર એ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય

Gujarat Others
RTO

અમરેલીમાં RTOના મુખ્ય અધિકારીને હિસ્ટ્રીશીટરે મારી નાખવાની ધમકી આપ્યાં બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિસ્ટ્રીશીટર ઈરફાને RTO ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે ઘુસી જઈને મુખ્ય અધિકારી ઇન્દ્રજીત ટાંકને છરી બતાવીને ખંડણીની માગ કરી હતી, જે બાબતે RTO અધિકારીએ પોલીસ ફરિયાદ કરી હતી, જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કારવામાં અઆવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ઈરફાનની ધાક ધમકી RTO કચેરીમાં એક મહિનાથી ચાલતી હતી અને પોલીસ ફરિયાદનાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

હિસ્ટ્રીશીટર અને બુટલેગર ઈરફાન ઉર્ગે “ટાલકી” ખીમાણી ગેરકાયદેસર રીતે RTO ચેમ્બરમાં ઘુસી છરી બતાવી.અમરેલી આરટીઓ ઓફિસમાં છરી બતાવી કહ્યું તમે મૃતકના લાયસન્સ કાઢો છો આવી ખોટી વાતો કરી છરી બતાવી ખંડણી માંગી હતી.અમરેલીના RTO અધિકારી ઇન્દ્રજીત ટાક પાસે આરોપીએ 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.આર.ટી.ઓ.અધિકારી દ્વારા અમરેલી રૂલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આરોપી ઈરફાન ટાલકી વિરુદ્ધ પોલીસ ચોપડે 16 જેટલા નાના મોટા ગુન્હા નોંધાય ચુક્યા છે જેમાં એક ગુન્હો વધુ ઉમેરાયો છે.અમરેલી RTO કચેરીમાં ઇરફાનની ધાક ધમકી એક માસથી ચાલતી હતી…ભયથી ફફડી ગયેલા અધિકારીએ હિંમત કરી અમરેલી રુલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી ..જો કે પોલીસે ઇરફાન ને ગણતરીની કલાકોમા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:ગારીયાધારમાં રોડ વચ્ચે બાખડ્યા બે આખલાઓ અને પછી થયું એવું કે……

આ પણ વાંચો: હાઇકોર્ટની ટકોર બાદ રાજકોટ મનપા એલર્ટ, ફાયર ઓફિસર આયકાર ભવનની મુલાકાતે

આ પણ વાંચો:વડોદરામાં PM મોદીના આગમન પહેલાં વિવિધ કાર્યો લઈ આખરી ઓપ, જાણો સમગ્ર વિગત