Not Set/ હોળીના તહેવારને લાગ્યું કોરોના ગ્રહણ

અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબ દ્વારા લેવાયો નિર્ણય  પાણીનો બગાડ અટકાવવા રેઇન ડાન્સ અને ગેધરિંગ કરાયા રદ્દ હોળીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે લોકો માનવતા હોય છે. હોળીના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદ સહીત અમદાવાદમાં આવેલ પાર્ટી પ્લોટમાં હોળીના દિવસે અનેક તહેવારોનું આયોજન કરવામાં આવે છે. અ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ક્લબો તેમજ પાર્ટી […]

Ahmedabad Gujarat Navratri 2022
હોળી હોળીના તહેવારને લાગ્યું કોરોના ગ્રહણ

અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબ દ્વારા લેવાયો નિર્ણય

 પાણીનો બગાડ અટકાવવા રેઇન ડાન્સ અને ગેધરિંગ કરાયા રદ્દ

હોળીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે લોકો માનવતા હોય છે. હોળીના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદ સહીત અમદાવાદમાં આવેલ પાર્ટી પ્લોટમાં હોળીના દિવસે અનેક તહેવારોનું આયોજન કરવામાં આવે છે. અ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ક્લબો તેમજ પાર્ટી પ્લોટ દ્વારા હોળીના દિવસે કરવામાં આવતું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં પાર્ટી પ્લોટો તેમજ ક્લબોમાં હોળીના દિવસે અનેક કાર્યક્રમોનું  આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને પાર્ટી પ્લોટોમાં તેમજ ક્લબોમાં હોળીના દિવસે કોઇપણ કાર્યક્રમોનું આયોજન રદ્દ કરવાનું ક્લબ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આવેલ રાજપથ અને કર્ણાવતી ક્લબ દ્વારા હોળીના દિવસે તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. તેમજ પાણીનો બચાવ અટકાવવા માટે રેઇન ડાન્સ અને ગેધરિંગ પણ રદ્દ કરવાનું ક્લબ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ