ફરિયાદ/ ચીખલીમાં વિદ્યાર્થીને માર મારવાનો બનાવ, કહ્યું – તને તારા બાપની સામે મારીશ

સિયાદા પ્રાથમિક શાળાના બાળકને પ્રશ્નનો જવાબ નહીં આવડતા માર મરાયાનો શિક્ષક પર લાગ્યો આરોપ

Gujarat Others
ચીખલી
  • ચીખલી તાલુકામાં વિદ્યાર્થીને માર મારવાનો બનાવ
  • શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારી આપી ધમકી
  • ધોરણ-3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મરાયો માર
  • વિદ્યાર્થીના પિતાએ નોંધાવી પોલીસ ફરીયાદ
  • પોલીસે શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

ચીખલી તાલુકામાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. સિયાદા ગામે આવેલી પ્રાથમિક શાળાના એક વર્ગ શિક્ષક દ્વારા ધોરણ 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવતા તેમજ ધાકધમકી આપતા વિદ્યાર્થીના પિતાએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચીખલી તાલુકાના કણભઈ ગામે દેસાઈ ફળિયામાં રહેતો આઠ વર્ષીય પ્રિયાંસ દિલીપભાઈ સોલંકી સિયાદા કણબીવાડ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતો નામના વિદ્યાર્થીને શાળાના વર્ગ શિક્ષક હસમુખ જી પટેલ દ્વારા દોઢેક માસ અગાઉ વિદ્યાર્થી પ્રિયાંસ ને કોઈક કારણોસર પીઠમાં ધિકકમુક્કી નો મારમારતા ચાર પાંચ દિવસ પ્રિયાંસ ને શરીરમાં દુખાવો રહેલો ત્યારબાદ આજ શિક્ષક દ્વારા પ્રિયાંસ પાસે સ્વાધ્યાયનું કાગળ માગવામાં આવેલ અને સાહેબે સ્વાધ્યાય શોધીને આપવા કહેલ પરંતુ પ્રિયાંસને શિક્ષક દ્વારા કોઈ પેપર કે સ્વાધ્યાય આપવામાં આવેલ ન હોય જે બાબતે પણ પ્રિયાંસ ને માથામાં મારેલ જોકે સ્વાધ્યાય પેપર છેવટે શિક્ષક હસમુખ પટેલ ની બેગમાંથી મળેલ ત્યારબાદ ૨૪/૦૨/૨૦૨૨ ના રોજ પણ શિક્ષક હસમુખ પટેલ દ્વારા તે દરમ્યાન પણ ધિકકમુક્કી નો મારમારવામાં આવ્યો હતો .

જે અંગે પ્રિયાંશે તેના પિતાને તમામ હકીકતોની જાણ કરતા તેના પિતાએ શાળાના આચાર્ય ને ફોનથી જાણ કરેલ આ ફરિયાદ થી શિક્ષક હસમુખ પટેલ વધુ ઉગ્રબની ચાલુ કલાસે વિદ્યાર્થી પ્રિયાંસ ને ધમકી આપી કે તારા બાપ ની સામે હું તને મારીશ ત્યારબાદ શિક્ષક હસમુખ પટેલ દ્વારા શાળામાંથી એલસી કાઢી આપીશ ની પણ ધમકી આપવામાં આવી હતી.જે અંગેની આજરોજ ફરિયાદ ખેરગામ પોલીસ મથકમાં ભોગબનનાર પ્રિયાંસના પિતાએ નોધાવતા આગળની વધુ તપાસ ખેરગામ પોલીસે હાથ ધરી છે.

આ બાબતે તેમણે શિક્ષકને મૌખિક રજૂઆત કરવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઇ જઈને જે વિદ્યાર્થીના વાલી અમોને વ્યકિતગત રજૂઆત કરશે તો અમે તે બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન ઓછું આપીશું અને LC કાઢી આપીશું તેમ કહી તેમના દિકરા પ્રિયાંશકુમારને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધાકધમકી આપી હોવાના આક્ષેપ સાથે દિલીપભાઈ સોલંકીએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો :કૉંગ્રેસી નેતાને ત્યાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 1255 લોકોને ફૂડ પોઈઝનિંગ, જાણો વિગત

આ પણ વાંચો :નશાના કારોબાર માટેનું એપી સેન્ટર : ખેતરમાંથી મળ્યા 600 જેટલા અફીણના છોડ

આ પણ વાંચો :યુક્રેનથી પરત આવેલા દિયોદરના વિધાર્થીએ જણાવી હ્રદયદ્રાવક આપવીતી …

આ પણ વાંચો :સફેદ રણમાં ગુજરાતભરનાં સાધ્વીજીઓ, મહિલા સંતોની શિબિર : મહિલા સશક્તિકરણની ઉજવણી