the IAF/ કોરોના સામેની લડાઇ માટે ભારતીય એરફોર્સ પણ થયું સજ્જ, આવી છે તૈયારી

“યુદ્ધ સમયે યુદ્ધ અને શાંતી સમયે સેવા” ભારતીય સેનાનો મોટો રહ્યો છે. ભારતીય વાયુસેના દ્વારા અનુશાસિત વેક્સિનેશન ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Top Stories India
indian air force કોરોના સામેની લડાઇ માટે ભારતીય એરફોર્સ પણ થયું સજ્જ, આવી છે તૈયારી
  • કોરોના સામેની લડાઇમાં હવે ભારતીય એરફોર્સ પણ જોડાયું
  • વેક્સિનેશન માટે એર ફોર્સની રૂપરેખા તૈયાર કરાઇ
  • રસી માટે એરફોર્સના 100 પ્લેન રેડી મોડમાં
  • ચૂંટણી સંચાલનની જેમ ખૂણે-ખૂણે વેક્સિન પહોંચાડશે
  • 28 હજાર કોલ્ડ ચેન સેન્ટર સુધી રસી પહોંચાડવા સજ્જ

દેેશ – દુનિયામાં કોરોનાનાં હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોના સામે રક્ષણ આપતી રસીનાં વિકાસમાં દુનિયાના અનેક દેશ અને વિશ્વભરના વિજ્ઞાનિકો સહિત અનેક કંપનીઓ પણ લાગેલી છે. અનેક કંપનીનાં વેક્સિન હાલ પરિક્ષણનાં અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છે. રસી આજે આવે કે કાલે તેવી સ્થિતિ પર રસી બજારમાં આવે તેની સૌ કોઇ કાગડોળે રાહ જોઇ રહ્યું છે.

Farmers Protest / તારીખ..પે…તારીખ, ખેડૂત સાથેની પાંચમી બેઠક પણ અનિર્ણત, …

ફક્ત રસી બની જાય તે મહત્વનું નહી, રસી બન્યા બાદ સૌથી જટીલ પ્રક્રિયા તેના ડિસ્ટ્રીબ્યુશનની છે. ભારત સરકાર દ્વારા આમ તો વેક્સિનેશન માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. વેક્સિનેશન ડેટાબેઇઝ પણ તૈયાર છે. રસીને ન્યૂનતમ સમયમાં દરેકને પહોંચાડવી તે હાલની સ્થિતિમાં સરકારનો પ્રથમ ઉદેશ હોય તે સ્વાભાવીક છે. આ કાર્ય માટે અનુશાસિત વેક્સિનેશન ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ પણ જરુરી છે અને આવા સમયે ભારતીય સેના પોતાની ફરજમાં કદી ચૂક કરતી નથી.

#coronavaccine / હવે બહુ જલ્દી વિશ્વ કોરોના મહામારીમાંથી છુટકારો મેળવવાના સ્વ…

“યુદ્ધ સમયે યુદ્ધ અને શાંતી સમયે સેવા” ભારતીય સેનાનો મોટો રહ્યો છે. ભારતીય વાયુસેના દ્વારા અનુશાસિત વેક્સિનેશન ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જી હા, કોરોના સામેની લડાઇમાં હવે ભારતીય એરફોર્સ પણ જોડાયું છે. વેક્સિનેશન માટે એર ફોર્સની રૂપરેખા તૈયાર કરાઇ છે. રસી માટે એરફોર્સના 100 પ્લેન રેડી મોડમાં છે. વાયુસેના દ્વારા ચૂંટણી સંચાલનની જેમ ખૂણે-ખૂણે વેક્સિન પહોંચાડશે. 28 હજાર કોલ્ડ ચેન સેન્ટર સુધી રસી પહોંચાડવા ભારતીય વાયુસેના સજ્જ જોવામાં આવી રહી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…