Not Set/ ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ જાહેર,ત્રણ વનડે અને પાંચ ટી-20 રમશે

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ બુધવારે ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા પ્રવાસ પર 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે

Top Stories Sports
7 1 ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ જાહેર,ત્રણ વનડે અને પાંચ ટી-20 રમશે

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ બુધવારે ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા પ્રવાસ પર 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 17 જુલાઈએ સમાપ્ત થશે. જે બાદ ખેલાડીઓ સીધા વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે.  ODI શ્રેણીની તમામ મેચો પોર્ટ ઓફ સ્પેનના ક્વિન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે.

ત્રણ T20 મેચોની પ્રથમ મેચ પોર્ટ ઓફ સ્પેનના બ્રાયન લારા સ્ટેડિયમમાં યોજવામાં આવી છે. જયારે બીજી અને ત્રીજી T20 મેચ સેન્ટ કિટ્સ અને નેવિસમાં યોજાશે. આ પછી બંને ટીમો છેલ્લી બે T20 મેચ માટે અમેરિકા જશે. ત્યાં બંને મેચ ફ્લોરિડાના લોડરહિલમાં રમાશે. ત્રણ વનડે અનુક્રમે 22, 24 અને 27 જુલાઈના રોજ રમાશે.

પ્રથમ T20 મેચ 29 જુલાઈ, બીજી 1 ઓગસ્ટ અને ત્રીજી 2 ઓગસ્ટે રમાશે. આ પછી ચોથી અને પાંચમી T20 મેચ 6 અને 7 ઓગસ્ટે રમાશે. આખી શ્રેણી ફેનકોડ પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને આગામી સિરીઝ પર કહ્યું, “અમારી પાસે એક યુવા ટીમ છે જે ક્રિકેટના બ્રાન્ડને પુનઃસ્થાપિત કરવા આતુર છે જે વેસ્ટ ઈન્ડિઝની ટીમ રમવા માટે જાણીતી છે. અમારી મહત્વાકાંક્ષા હંમેશા સ્પર્ધાત્મક રહેવાની રહી છે.  તેનો ઉપયોગ આગામી T20 અને 50 ઓવરના વર્લ્ડ કપ માટેની અમારી તૈયારીઓને વ્યવસ્થિત કરવા માટે કરીશું.

ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું સમયપત્રક
મેચની તારીખ ગ્રાઉન્ડ ટાઇમ (ભારત મુજબ)

પહેલી ODI 22 જુલાઈ પોર્ટ ઑફ સ્પેન સાંજે 7:00 વાગ્યે
બીજી ODI 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન સાંજે 7:00 વાગ્યે
ત્રીજી ODI જુલાઈ 27, પોર્ટ ઓફ સ્પેન સાંજે 7:00 વાગ્યે
1લી T20I જુલાઈ 29 પોર્ટ ઓફ સ્પેન રાત્રે 8:00 PM
બીજી T20I 1લી ઓગસ્ટ, રાત્રે 8:00 વાગ્યે સેન્ટ કિટ્સ અને નેવિસ
3જી T20I 2 ઓગસ્ટે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ રાત્રે 8:00 વાગ્યે
4થી T20 ઑગસ્ટ 6ઠ્ઠી ફ્લોરિડા, યુએસએ 8:00 PM
પાંચમી T20 7 ઓગસ્ટ, 8:00 PM ફ્લોરિડા, યુએસએ