દિલ સે/ પૈસા માટે સોનાલી બેન્દ્રે કરી હતી આવી ફિલ્મો, પોતે કર્યો આ વાતનો ખુલાસો

સોનાલી બેન્દ્રે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેનું નામ 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે, તેણે વર્ષ 1994માં ફિલ્મ ‘આગ’થી ડેબ્યૂ કર્યું હતું. જે પછી તેણે પાછું વળીને જોયું નથી

Trending Entertainment
8 1 પૈસા માટે સોનાલી બેન્દ્રે કરી હતી આવી ફિલ્મો, પોતે કર્યો આ વાતનો ખુલાસો

સોનાલી બેન્દ્રે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેનું નામ 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેણે વર્ષ 1994માં ફિલ્મ ‘આગ’થી ડેબ્યૂ કર્યું હતું. જે પછી તેણે પાછું વળીને જોયું નથી, અને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

આજે પણ સોનાલી (સોનાલી બેન્દ્રે) એક મજબૂત ઓળખ ધરાવે છે, અને તે તેની કારકિર્દીમાં બનેલી હિટ ફિલ્મો માટે જાણીતી છે. જોકે, અહીં સુધીની તેની સફર એટલી સરળ રહી નથી. તેણે પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા અને ઘણા સંઘર્ષ બાદ અહીં સુધી પહોંચી.

તાજેતરમાં જ, તેણે  એક ઇન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી છે. જ્યારે તેને નાના બજેટની ફિલ્મોમાં કામ કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે તેણે પૈસા માટે આવી ફિલ્મોમાં કામ કરવું પડ્યું. વધુમાં તેણે કહ્યું કે એક સમય હતો જ્યારે તે અને તેનો પરિવાર ખૂબ જ ખરાબ તબક્કામાં હતો. તેની પાસે ઘરનું ભાડું ભરવા માટે પણ પૈસા નહોતા. તેને પૈસાની સખત જરૂર હતી ત્યાર બાદ તેણે નાના બજેટની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

સોનાલીએ વધુમાં જણાવ્યું કે ઘણી વખત તે વિચારતી હતી કે તે આવી ફિલ્મોમાં કેમ કામ કરી રહી છે, શા માટે આ પ્રકારનું પાત્ર ભજવી રહી છે. પરંતુ આર્થિક સંકડામણના કારણે તે આગળ વધતી હતી.

ઉલ્લેખનીય છે કે, સોનાલી ટૂંક સમયમાં ઓટીટીની દુનિયામાં પોતાની અભિનય કુશળતા ફેલાવતી જોવા મળશે. તે Zee5 ની વેબ સીરિઝ ‘બ્રોકન ન્યૂઝ’થી OTT ડેબ્યૂ કરવા જઈ રહી છે.