કોરોના મહામારી/ ડેલ્ટા પ્લસ સામે ભારતીય રસી રામબાણ ઇલાજ, ICMRએ કર્યો સત્તાવાર રીતે દાવો

ભારતમાં તૈયાર કરાયેલી કોવેકિસન આ નવા કોરોના વેરિયન્ટ ડેલ્ટા પ્લસ સામે અસરકારક છે. કોવેકિસનની શોધ ભારતમાં થઇ છે અને તેનું ઉત્પાદન પણ ભારતમાં જ થઇ રહ્યું છે.

India
ડેલ્ટા
  • ભારતમાં સૌથી વધુ ડેલ્ટા પ્લસનાં કેસ
  • ડેલ્ટાપ્લસ સામે ભારતીય રસી રામબાણ ઇલાજ
  • ડેલ્ટાપ્લસ સામે કોવેકિસન રસી અસરકારક
  • ICMRએ કર્યો સત્તાવાર રીતે દાવો

કોરોનાનાં એક બાદ એક નવા વેરિયન્ટ સામે આવ્યાં છે. જેમા સૌથી વધુ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કેસ સામે આવ્યાં હતા. ત્યારે હવે દાવો કરવામાં આવ્યો છે કે ડેલ્ટા પ્લસ સામે કોવેકિસન અસરકારક છે. કોરોના સામે કોવેક્સિન બ્રહ્માસ્ત્ર છે.

ડેલ્ટા

આ પણ વાંચો – બીનહરીફ થશે / જમીન વિકાસ બેંક રાજકોટ-મોરબી જિલ્લા ડીરેકટરના ઉમેદવાર હરદેવસિંહ જાડેજાને પ્રતિસ્પર્ધી ઉમેદવારે ટેકો કર્યો જાહેર

હાલ દુનિયામાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ફેલાઇ રહ્યું છે, પરંતુ ભારત માટે રાહતનાં સમાચાર છે. ICMR દ્વારા કરાયેલી એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં તૈયાર કરાયેલી કોવેકિસન આ નવા કોરોના વેરિયન્ટ ડેલ્ટા પ્લસ સામે અસરકારક છે. કોવેકિસનની શોધ ભારતમાં થઇ છે અને તેનું ઉત્પાદન પણ ભારતમાં જ થઇ રહ્યું છે. કોવેકિસનને વૈશ્વિક ઓળખ અપાવવા માટે ભારત સરકાર બાંગ્લાદેશમાં રસીની કિલનિકલ ટ્રાયલ કરાવવાની યોજના બનાવી રહી છે. એક રિપોર્ટ અનુસાર, સરકારે બાંગ્લાદેશમાં કિલનિકલ ટ્રાયલનાં ફન્ડિંગ માટે પણ મંજૂરી મેળવી લીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે વિદેશમાં તેના ઉચ્ચ આયોગો કોવેકિસન માટે ઘણા દેશોમાં નિયમનકારી મંજૂરીઓ મેળવી છે.

ડેલ્ટા

આ પણ વાંચો – બ્રેકીંગન્યૂઝ / પાકિસ્તાન સરહદને અડીને આવેલા પઠાણકોટમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું, રણજીત સાગર ડેમમાં પડ્યું

વિદેશોમાં કોવેકિસનની ઓળખ વધારવા માટે ખાસ કરીને પાડોશી દેશોમાં, એક પ્રસ્તાવ બાંગ્લાદેશમાં કિલનિકલ ટ્રાયલ કરાવવાનો રાખવામાં આવ્યો છે. આ માટે વિદેશ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અને ભારત બાયોટેકનાં અધિકારીઓની એક ટીમ ઢાકા મોકલી છે. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં વેકિસનનાં કિલનિકલ ટ્રાયલ માટે ફન્ડિંગની મંજૂરી પણ મેળવી લીધી છે અને બાંગ્લાદેશની પરવાનગી મળ્યા બાદ કિલનિકલ ટ્રાયલ શરૂ થશે.