Not Set/ જમ્મુ મિલિટ્રી સ્ટેશન પર ડ્રોનનાં ષડયંત્રનો મુદ્દો હવે UN પહોંચ્યો

આતંકી ગતિવિધિઓ અને પ્રોપેગેન્ડાને આગળ વધારવા માટે સોશિયલ મીડિયા, ઈન્ટરનેટનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચુકવણીનાં નવા માધ્યમનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે.

Top Stories India
11 72 જમ્મુ મિલિટ્રી સ્ટેશન પર ડ્રોનનાં ષડયંત્રનો મુદ્દો હવે UN પહોંચ્યો

જમ્મુ-કાશ્મીરમાં એરબેઝ પર હુમલોનું કાવતરું કરવાનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ ઉઠાવવામાં આવ્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, વ્યૂહાત્મક અને વ્યાપારી સંપત્તિઓ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે હથિયારબંધ ડ્રોનનો ઉપયોગ કરવાની સંભાવના પર વૈશ્વિક સમુદાયે ગંભીર રીતે ધ્યાન લેવાની જરૂર છે.

11 74 જમ્મુ મિલિટ્રી સ્ટેશન પર ડ્રોનનાં ષડયંત્રનો મુદ્દો હવે UN પહોંચ્યો

મહારાષ્ટ્ર / ED ઓફીસ નહીં જાય અનિલ દેશમુખ, ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી નિવેદન નોંધવાની કરી માગ

આ સાથે જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે આ મુદ્દાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લદ્દાખની ત્રણ દિવસીય મુલાકાતથી દિલ્હી પરત ફરી રહ્યા છે. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે શનિવાર-રવિવારની રાત્રે જમ્મુનાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ) ને સોંપવામાં આવી છે. આ ઘટનાનાં 48 કલાક બાદ ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી હતી. આ હુમલામાં જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું, ડ્રોન દ્વારા બે વિસ્ફોટકો અંદર મોકલવામાં આવ્યા હતા, જેના કારણે બે નાના વિસ્ફોટ થયા હતા. આમાંથી એક વિસ્ફોટ એરબેઝની છત પર થયો હતો જ્યારે બીજો ખુલ્લામાં થયો હતો. આ હુમલામાં બે જવાનો પણ ઘાયલ થયા હતા, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. હજી સુધી આ મામલે કોઈ માહિતી મળી નથી.

11 73 જમ્મુ મિલિટ્રી સ્ટેશન પર ડ્રોનનાં ષડયંત્રનો મુદ્દો હવે UN પહોંચ્યો

કોરોનાની અસર / દેશ અને દુનિયામાં કોરોનાથી થતી મોતનાં આંકમાં ઘટાડો, જાણો આજનો આંકડો

ગૃહ મંત્રાલયનાં વિશેષ સચિવ વી.એસ.કે. કૌમુદીએ યુ.એન. માં જણાવ્યું હતું કે, આતંકી ગતિવિધિઓ અને પ્રોપેગેન્ડાને આગળ વધારવા માટે સોશિયલ મીડિયા, ઈન્ટરનેટનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચુકવણીનાં નવા માધ્યમનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે. આ સિવાય તેમણે ડ્રોનનાં ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ ડ્રોન ઓછા ખર્ચે અને સરળતાથી ઉપલબ્ધ છે, તેથી જ આતંકીઓ તેનો ઉપયોગ ગુપ્ત માહિતી મેળવવા માટે કરી રહ્યા છે. તેમણે યુએનનાં સભ્ય દેશોને અપીલ કરી હતી કે તેઓ આ પ્રકારનાં ડ્રોન હુમલાઓને ગંભીરતાથી લે. અમે અમારા દેશમાં આતંકવાદીઓ વતી સરહદ પારથી આવા ડ્રોનનો ઉપયોગ જોઈ રહ્યા છીએ. આ પહેલા સોમવારે જમ્મુ મિલિટ્રી સ્ટેશન નજીક ડ્રોન પણ જોવામાં આવ્યુ હતુ. સવારે ત્રણ વાગ્યે જમ્મુનાં કાલુચક મિલિટ્રી સ્ટેશન પર બે ડ્રોન નજરે પડ્યા હતા. જો કે, એરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યા પછી, એલર્ટ સેનાએ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ડ્રોનને જોઈને તેના પર 20 થી 25 રાઉન્ડ ફાયર કર્યા હતા. જો કે, ફાયરિંગ બાદ ડ્રોન રાતનાં અંધારામાં ગાયબ થઈ ગયુ હતુ. માનવામાં આવે છે કે, એરફોર્સ સ્ટેશન પર હુમલો થયાનાં બીજા જ દિવસ પછી ડ્રોન દ્વારા મિલિટ્રી સ્ટેશનને નિશાન બનાવવાનો પ્રયાસ હતો.

Footer 1 જમ્મુ મિલિટ્રી સ્ટેશન પર ડ્રોનનાં ષડયંત્રનો મુદ્દો હવે UN પહોંચ્યો