Surendranagar/ લીંબડીમાં 20 વર્ષ બાદ સિટી બસ સેવા શરૂ કરાતા આનંદ ફેલાયો

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરા સમિતિ દ્વારા માનવ લક્ષી સેવા કાર્યોને લોકો સુધી પહોંચાડવા લીંબડીના ચોરાપા વિસ્તારમાં કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. છેલ્લા 20 વર્ષોથી લીંબડી શહેરમાં સીટી બસ સેવા બંધ હોવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

Gujarat
a 377 લીંબડીમાં 20 વર્ષ બાદ સિટી બસ સેવા શરૂ કરાતા આનંદ ફેલાયો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી શહેરમાં 20 વર્ષોથી સીટી બસ સેવા બંધ હતી. અખિલ ભારતીય માનવ અધિકાર નિગરા સમિતિ દ્વારા સામાન્ય દરે શહેરમાં સીટી બસ સેવા શરૂ કરતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. 5 વર્ષ સુધીના ભૂલકાને વિનામુલ્યે મુસાફરી કરાવવામાં આવશે.

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરા સમિતિ દ્વારા માનવ લક્ષી સેવા કાર્યોને લોકો સુધી પહોંચાડવા લીંબડીના ચોરાપા વિસ્તારમાં કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. છેલ્લા 20 વર્ષોથી લીંબડી શહેરમાં સીટી બસ સેવા બંધ હોવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. મસમોટા ભાડા ચૂકવી લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. લીંબડી માનવાધિકાર નિગરા સમિતિએ રૂ.10ની ટિકિટના દરે સીટી બસ સેવા શરૂ કરી છે. 5 વર્ષ સુધીના બાળકો વિનામુલ્યે મુસાફરી કરી શકશે.

લીંબડી કબીર આશ્રમના મહંત ચરણદાસબાપુએ લીલી ઝંડી બતાવી સીટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સીટી બસ ઉટડી પુલ પાસે બપોરે 11:30 કલાકે ઉપડશે ત્યાંથી સિવિલ હોસ્પિટલ, ભલગામડા ગેઈટ, બસ સ્ટેશન, હાઈવે સર્કલ, તાલુકા સેવા સદન, રેલ્વે સ્ટેશન, ગ્રીનચોક થઈ ઉટડી પુલે પરત ફરશે. એબીએમએનના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિલેષ જોષી, જિલ્લા પ્રમુખ ઈલેશ ખાંદલા, જિલ્લા મહામંત્રી કલ્પેશ વાઢેર, જિલ્લા ઉપ પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, શહેર પ્રમુખ ફારૂકભાઈ ઠીમ સહિતની ઉપસ્થિતિમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. સીટી બસ શરૂ થતા આનંદની લાગણી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…