Anand News/ પહેલગામમાં નિર્દોષ નાગરિકોની હત્યાના પડઘા ગુજરાતમાં પડ્યાં!

પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને પોતાનો ધર્મ પૂછી હિંદુ નીકળતાં ગોળીઓથી ઠાર કરતા આણંદ શહેરનાં લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.

Gujarat Top Stories

Anand News: આણંદ (Anand)માં જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)માં આતંકવાદીઓ (Terrorists) દ્વારા નિર્દોષ લોકોની હત્યા કરવાની ઘટનાનાં વિરોધમાં ગઈકાલ રાત્રે આણંદ શહેર (Anand city)માં શ્રી રામજન્મોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા પાકિસ્તાની ધ્વજ (National Flag)ને કચડી મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા.

રામજન્મોત્સવ સમિતિનાં કાર્યકરોએ ભવનાથ મહાદેવ મંદિર, ભાલેજ બ્રિજ, ટાઉનહોલ પાસે  પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી રોષની લાગણી વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને પોતાનો ધર્મ પૂછી ગોળીઓથી ઠાર કરતા આણંદ શહેરનાં લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.

સુરેન્દ્રનગરના પાટડી ખાતે પાકિસ્તાનનું પૂતળા દહન કરાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલાને લઈ BJP, VHP અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરી રોષ ઠાલવ્યો હતો. સુરજમલજી હાઇસ્કુલ ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજાયો હતો.  પાકિસ્તાનના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા, હિંદુ સંગઠનનાં કાર્યકરોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. BJP, VHP અને બજરંગ દળે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

22 એપ્રિલનાં રોજ જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ના પહેલગામ (Pahalgam)માં આતંકવાદી હુમલા (Terrorist Attack)માં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 3 ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. ભાવનગરમાં પિતા-પુત્રનું મોત થયું હતું અને સુરતમાં શૈલેશ કળથિયાનું મોત થતાં તેમની પત્ની શીતલબેને પતિ ગુમાવતા સરકાર પર રોષ ઠાલવ્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સામે સુરક્ષા, ટેક્સ વસૂલવા પર સરકારની પોલ ખોલી નાખી હતી.

સામાન્ય માણસને વેઠવી પડતી હાલાકી પર શીતલબેને પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું કે, કાશ્મીર (Kashmir) સારૂં છે, પણ ત્યાં સુરક્ષા નથી. કોઈ સુવિધા નથી. સરકાર VIPને જેટલી સગવડ આપે છે તેટલી સામાન્ય લોકોને આપતી નથી. લોકો ટેક્સ (Tax) પે કરે છે પર હેલિકોપ્ટર, ગાડીઓની સુવિધા VIPને કેમ મળે છે?  અમે જ્યારે ઈજાગ્રસ્ત થયા, ગોળીબાર થયો ત્યારે આર્મીને કેટલીય બૂમો પાડી, પણ કોઈ આવ્યું નહીં. અમને નીચે આવવામાં કેટલી તકલીફ પડી તેની સરકારને પડી પણ નહીં હોય. ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાગુ થઈ ગયું, જ્યાં જુઓ ત્યાં આર્મી (Army) જ આર્મી. આટલી બધી આર્મી હતી તો ઉપર કેમ નહીં?