અમદાવાદ/ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સૌથી મોટા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

સામાન્ય રીતે જેટલું અંતર કાપવા માટે 1 કલાક પહેલા નીકળવું પડતું તેટલું જ અંતર કાપવામાં હવે ફક્ત 15-20 મિનિટનો સમય લાગશે.

Ahmedabad Gujarat
Untitled 3 કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સૌથી મોટા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

ગુજરાત માં  વિકાસ  હવે  બીજા રાજયની જેમ  પુરઝડપે થઇ રહ્યો છે .  તેમાં પણ ખાસ કરીને  ગુજરાતનું માન્ચેસ્ટર એવું અમદાવાદ માં તો  હરણફાળની જેમ  વિકાસ થતો  જોવા મળી રહ્યો છે . ત્યારે  દિવાળી પહેલા અમદાવાદીઓને રાહત મળી છે . અમદાવાદથી ગાંધીનગર જવાના સમયમાં થયો ચમત્કારિક ઘટાડો. પોણો કલાકના બદલે હવે માત્ર 25 મિનિટમાં જ અમદાવાદથી પહોંચી શકાશે ગાંધીનગર. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સસિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. 170 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલિવેટેડ કોરિડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો ;રાજકોટ /  દિવાળીના તહેવારોમાં શહેરના રસ્તાઓને લઈનેપોલીસ કમિશનર દ્વારા બહાર જાહેરનામું પડાયું

થલતેજ અન્ડરપાસથી સોલા રેલવે પુલ સુધી 1.48 કિ.મી. લાંબો ફ્લાયઓવર 27 જૂનથી કાર્યરત છે, હવે તૈયાર થયેલા 2.36 કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સસિટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરને પરિણામે સળંગ 4.18 કિમી લંબાઈનો ફ્લાયઓવર કાર્યરત થશે.આ ફ્લાયઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્ત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરિડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરિવહનની સુવિધા મળશે.

આ પણ વાંચો ;રાત /  દિવાળી પહેલા રાજ્યમાં જામ્યો ઠંડીનો માહોલ, મોટા ભાગના શહેરોમાં ગગળ્યો ઠંડીનો પારો

ગોતા પરનો બ્રિજ ખુલ્લો મૂકતાં અહીંથી પસાર થતા લોકોમાં પણ ખુશી જોવા મળી છે. અહીંથી રોજ પસાર થતા લોકોને સોલા વિદ્યાપીઠ, ઝાયડસ જેવા જંક્શનો પણ ખૂબ જ ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે આ ઓવર બ્રિજ કાર્યરત થઈ જતાં મોટી રાહત મળી છે. રોજ સતત વ્યસ્ત રહેતા આ રોડ પર ટ્રાફિકના કારણે ઘણીવાર લોકોને ઓફિસ અથવા તો કામ પર જવામાં મોડું પણ થતું હતું. જેના કારણે લોકોને સામાન્ય રીતે જેટલું અંતર કાપવા માટે 1 કલાક પહેલા નીકળવું પડતું તેટલું જ અંતર કાપવામાં હવે ફક્ત 15-20 મિનિટનો સમય લાગશે.