Not Set/ સિંહોની વેક્સીન એનિમલ કેર ખાતે લઇ જવાઇ, વિમાન દ્વારા અમેરિકાથી ગુજરાત લવાઇ

ગીર, ગીરના જંગલમાં 23 સિંહોના મોત થયા બાદ ખાસ વેકસીન અમેરિકાથી લાવવામાં આવી છે. રેસ્કયુ થયેલા સિંહોને આપવાની આ વેકસિન વિમાન દ્રારા રાજકોટ લાવવામાં આવી. રાજકોટ એરપોર્ટ પરથી 300 જેટલા વેકિસન જુનાગઢ મોકલી આપવામાં આવી છે. આ વેક્સિન સિંહોને જે સ્થળે રાખવામાં આવ્યા છે તે એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી. વેકસિન 16 ડીગ્રી […]

Top Stories Gujarat Others
mantavya 124 સિંહોની વેક્સીન એનિમલ કેર ખાતે લઇ જવાઇ, વિમાન દ્વારા અમેરિકાથી ગુજરાત લવાઇ

ગીર,

ગીરના જંગલમાં 23 સિંહોના મોત થયા બાદ ખાસ વેકસીન અમેરિકાથી લાવવામાં આવી છે. રેસ્કયુ થયેલા સિંહોને આપવાની આ વેકસિન વિમાન દ્રારા રાજકોટ લાવવામાં આવી.

mantavya 125 સિંહોની વેક્સીન એનિમલ કેર ખાતે લઇ જવાઇ, વિમાન દ્વારા અમેરિકાથી ગુજરાત લવાઇ

રાજકોટ એરપોર્ટ પરથી 300 જેટલા વેકિસન જુનાગઢ મોકલી આપવામાં આવી છે. આ વેક્સિન સિંહોને જે સ્થળે રાખવામાં આવ્યા છે તે એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી. વેકસિન 16 ડીગ્રી તાપમાનમાં રાખવા માટે તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે.

mantavya 126 સિંહોની વેક્સીન એનિમલ કેર ખાતે લઇ જવાઇ, વિમાન દ્વારા અમેરિકાથી ગુજરાત લવાઇ

ઉલ્લેખનીય છે કે, સિંહોને પ્રોટોઝુઆથી ઈન્ફેક્શન લાગવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ધારીના દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોત થયાના બનાવથી સરકારી તંત્રને ફાળ પડી છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઇ હોય ત્યારે સિંહોને અન્ય પશુરોગનો ચેપ ન લાગે અને રોગમુક્ત રહે તે માટે ખાસ આ વેકસીન મંગાવવામાં આવી છે.