Gujarat/ વિધાનસભાની ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કરી જાહેર, જાણો પ્રવાસ કાર્યક્રમ..

આવતી કાલથી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે

Top Stories Gujarat
11 14 વિધાનસભાની ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કરી જાહેર, જાણો પ્રવાસ કાર્યક્રમ..

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતની સત્તા મેળવવા માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે. આવતી કાલથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આજે ભાજપે આજે ઝોન વાઇઝ નિરીક્ષકોની યાદી જાહેર કરી છે.

આવતી કાલથી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.

દક્ષિણ ઝોન ના નિરીક્ષકો 

1 173 વિધાનસભાની ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કરી જાહેર, જાણો પ્રવાસ કાર્યક્રમ..

મધ્ય ઝોનના નિરીક્ષકો 

Untitled 69 1 વિધાનસભાની ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કરી જાહેર, જાણો પ્રવાસ કાર્યક્રમ..

સૌરાષ્ટ્ર ઝોનના નિરીક્ષકો 

Untitled 69 2 વિધાનસભાની ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કરી જાહેર, જાણો પ્રવાસ કાર્યક્રમ..

ઉત્તર ઝોનના નિરીક્ષકો

4 1 4 વિધાનસભાની ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કરી જાહેર, જાણો પ્રવાસ કાર્યક્રમ..