અસલામત/ સબ સલામતના દાવા વચ્ચે ગાંધીનગરમાં આવેલું MLA ક્વોટર્સ પણ સલામત નથી

મહિલાઓ ની સુરક્ષા ને લઈ ને MAL ક્વોટર્સ પણ અસલામત

Gujarat Others
A 131 સબ સલામતના દાવા વચ્ચે ગાંધીનગરમાં આવેલું MLA ક્વોટર્સ પણ સલામત નથી

ગાંધીનગર સેકટર 21 મા તમામ 182 ધારાસભ્ય ના રહેણાંક ક્વોટર્સ આવેલા છે. ત્યાં ગઈ કાલે મોડી રાત્રે છેડતી ની ઘટના નો બનાવ બનતા ગાંધીનગર માં ચકચાર મચી જવા પામી છે.

વાત જાણે એમ છે કે, ધારાસભ્ય ના સદસ્ય નિવાસ બ્લોક ન.1 માં એક ધારાસભ્ય ના ત્યાં એક યુવક છેલ્લા ઘણા સમય થી રહે છે જેણે બ્લોક ન.4 માં રહેતા બીજા ધારાસભ્ય ના નિવાસ માં રહેતી ત્રણેક યુવતી ઓ રાત્રે અગાસી માં બહાર બેઠી હતી ત્યારે બ્લોક ન. 1 માં રહેતા યુવકે છેડતી કરી હતી.

A 132 સબ સલામતના દાવા વચ્ચે ગાંધીનગરમાં આવેલું MLA ક્વોટર્સ પણ સલામત નથી

આ પણ વાંચો :રાજકોટમાં માસ્કનો દંડ ન ભરવા માટે એક દંપતી રોડ પર કર્યો આ રીતે વિરોધ

છેડતી નો બનાવ બનતા MLAક્વાટર્સ માં લોકો ભેગા થઈ ગયા હતા અને મોડી રાત સુધી મામલો ગરમાયો હતો અને MLA ક્વોટર્સ ની ઇન્કવાયરી ઑફિસે પહોંચ્યો હતો.મામલો વધુ બીચકતા બન્ને ધારાસભ્યો ને જાણ કરવામાં આવી હતી.બને ધારાસભ્યો એ યુવક ને સમજાવી માફી મંગાવી મામલો થાળે પાડી સમગ્ર બનાવ સંદર્ભે ભીનું સંકેલી લીધું હતું.

A 133 સબ સલામતના દાવા વચ્ચે ગાંધીનગરમાં આવેલું MLA ક્વોટર્સ પણ સલામત નથી

આ પણ વાંચો :જીને કે લિયે સોચા હી નહી…. ગીત ગાઇ કિશોરે ટુંકાવ્યું જીવન

છેડતી કરનાર યુવક જેના નિવાસસ્થાન માં રહેતો હતો તે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે મને સમગ્ર મામલે જાણ થતાં મેં તે યુવક ને ક્વોટર્સ પર નહિ આવવા જણાવી દીધું છે..તે માત્ર મારા વિસ્તાર નો છે અને અહીં ભણવા માટે આવ્યો હતો. તે મારા કોઈ સગા માં નથી.પરંતુ છેડતી ના ગંભીર બનાવ ને જોતા કહી શકાય કે જો પાટનગર ના MLA ક્વોટર્સ માં યુવતી ઓની છેડતી થતી હોય તો એ સરકાર માટે શરમજનક ઘટના કહી શકાય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગર:ભરતી કૌભાંડ મામલે ચાર આરોપીઓની કરાઈ ધરપકડ