Stock Market/ ભૂરાજકીય અસ્થિરતાના ડરે ઘટ્યા પછી દિવસના અંતે બજાર વધીને બંધ આવ્યું

16 નવેમ્બરના રોજ અસ્થિર સત્રમાં ભારતીય બેન્ચમાર્ક ઇન્ડાઇસીસ ફ્લેટ નોટ પર બંધ આવ્યા હતા. બજાર બંધ થયું તે સમયે, સેન્સેક્સ 107.73 પોઈન્ટ અથવા 0.17% વધીને 61,980.72 પર અને નિફ્ટી 6.30 પોઈન્ટ અથવા 0.03% વધીને 18,409.70 પર હતો.

Top Stories Business
Stockmarket ભૂરાજકીય અસ્થિરતાના ડરે ઘટ્યા પછી દિવસના અંતે બજાર વધીને બંધ આવ્યું

16 નવેમ્બરના રોજ અસ્થિર સત્રમાં ભારતીય બેન્ચમાર્ક ઇન્ડાઇસીસ ફ્લેટ નોટ પર બંધ આવ્યા હતા. બજાર બંધ થયું તે સમયે, સેન્સેક્સ 107.73 પોઈન્ટ અથવા 0.17% વધીને 61,980.72 પર અને નિફ્ટી 6.30 પોઈન્ટ અથવા 0.03% વધીને 18,409.70 પર હતો. લગભગ 1394 શેર વધ્યા છે, 2011 શેર ઘટ્યા છે અને 115 શેર યથાવત છે.

કોટક મહિન્દ્રા બેંક, કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને HUL ટોચના નિફ્ટી ગેનર્સમાં હતા, જ્યારે સૌથી વધુ નુકસાન એપોલો હોસ્પિટલ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને JSW સ્ટીલ હતા.

પાવર, રિયલ્ટી અને મેટલ ઇન્ડેક્સમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બેન્કિંગના નામે કેટલીક ખરીદી જોવા મળી હતી. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.3 ટકા તૂટ્યો હતો. રૂપિયો અગાઉના બંધ 81.10થી 20 પૈસા ઘટીને 81.30 પર બંધ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક સમયે બીએસઇ સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા પછી રશિયાની બે મિસાઇલ પોલેન્ડમાં ત્રાટકી હોવાના સમાચારે ભૂરાજકીય અસ્થિરતાને લઈને 150 પોઇન્ટ ઘટ્યો હતો. પણ તેના પછી આ મિસાઇલ યુક્રેને જ છોડી હોવાની સ્પષ્ટતા હતા બજાર નીચેથી ઉચકાયુ હતુ અને એક સમયે 150 કરતાં વધુ પોઇન્ટ પ્લસ હતું.