Dakor Police Station/ પિતાની નજર સામે જ પરિણીત પુત્રીએ નદીમાં ઝંપલાવ્યું, લગ્નજીવન ત્રણ મહિનામાં પૂરુ

કોઈપણ પિતા જોઈ ન શકે તેવી ઘટના બહાર આવી છે. પિતાની નજર સામે જ પરીણિત પુત્રીએ ઝંપલાવી દેતા તે મૃત્યુ પામી છે. પિતાના માટે નજર સામે જ આ રીતે તેના કાળજાના કટકાને મૃત્યુ પામતા જોવી તે વરવા આઘાત સમાન છે.

Top Stories
DaKor Police station પિતાની નજર સામે જ પરિણીત પુત્રીએ નદીમાં ઝંપલાવ્યું, લગ્નજીવન ત્રણ મહિનામાં પૂરુ

ખેડાઃ કોઈપણ પિતા જોઈ ન શકે તેવી ઘટના બહાર આવી છે. પિતાની નજર સામે જ પરીણિત પુત્રીએ ઝંપલાવી Kheda Suicide દેતા તે મૃત્યુ પામી છે. પિતાના માટે નજર સામે જ આ રીતે તેના કાળજાના કટકાને મૃત્યુ પામતા જોવી તે વરવા આઘાત સમાન છે.

પતિના ત્રાસથી કંટાળેલી ઠાસરાની પરીણિતાએ આ આત્મહત્યા કરી હતી. રાણીયા મહીસાગર Kheda Suicide નદીના પુલ પરથી લક્ષ્મી નામની દીકરીએ ઝંપલાવી દઈ આપઘાત કરતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લક્ષ્મીએ પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે પપ્પા હું રાણીયા મહીસાગર નદીના પુલ પર ઊભી છું, મને મારા પતિ ખૂબ જ ત્રાસ આપે છે. તેઓ બીજા લગ્ન કરી લેવાનું કહે છે, તેથી હું નદીમાં પડી મરી જાઉં છું.

તેના પછી તાત્કાલિક દીકરીના પિતા અને અન્ય સંબંધીઓ નદીના પુલ પર પહોંચે છે, તે સમયે Kheda Suicide પુત્રી પુલની પાળી પર બેઠી હતી. તેઓ તેમના સુધી પહોંચે ત્યાં સુધીમાં જ પુત્રીએ પિતાની નજર સામે નદીમાં ઝંપલાવી દીધુ હતુ. નદીમાં પાણી ન હોઈ તેને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જવાઈ હતી, પણ આ દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.

આ અંગે મળતી વિગતો અનુસાર આ યુવતીના હજુ ત્રણ મહિના Kheda Suicide પહેલા જ લગ્ન થયા હતા. આમ ફક્ત ત્રણ માસના લગ્નજીવનનો કરુણ અંત આવ્યો છે. પતિએ લગ્નના થોડા જ દિવસોમાં પોતાની પત્નીના કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાબતે ખોટો વહેમ રાખ્યો હતો અને ત્રાસ આપતો હતો. પરીણિતાના પિતાએ જમાઈ કિર્તનસિંહ પરમાર સામે ડાકોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આત્મહત્યાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

 

આ પણ વાંચોઃ સુરત/સોપારી અને કાળા મરીનો ઓર્ડર લઈ પૂરતો માલ નહીં આપી છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયા

આ પણ વાંચોઃ Amit Shah/વિશ્વને પ્રાકૃતિક ખેતીનો માર્ગ બતાવવા માટે ભારતને નવી હરિયાળી ક્રાંતિની જરૂર:અમિત શાહ

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર/નવાબી શોખવાળા ભષ્ટાચારી તુલસીદાસ મારકણા, ઘરે અડધા કરોડ રૂપિયા સહિત દારૂની 12 બોટલ મળી આવી

આ પણ વાંચોઃ Sabarmati River Dams Row/રાજસ્થાનમાં સાબરમતી નદી પર ડેમનો મુદ્દો, ગુજરાતના મંત્રીએ યાદ કરાવ્યો 40 વર્ષ જૂના કરારની 

આ પણ વાંચોઃ Patan Demonstration/પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો