સુરત/ અગ્નિની સાક્ષીએ શરૂ કરેલું લગ્નજીવન દીવાસળી ચાંપી પૂરું કર્યું

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધ્રુવ તારક સોસાયટી માં રહેતા પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો..જેને લઈ પતિ એ આવેશ માં આવી જઈ પત્ની પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાજી ગઇ હતી.પત્ની નું ટૂંકી સારવાર દરમ્યાન મોત થતા પોલીસે પતિ ની ધરપકડ કરી હતી.

Gujarat Surat
કતારગામમાં
  • સુરતના કતારગામ વિસ્તારની ઘટના
  • પતિ પત્ની વચ્ચે ઝગડો થતા આગની ઘટના
  • પત્ની પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી
  • પોલીસે પતિની કરી ધરપકડ

સુરતના કતારગામમાં આવેલી ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જેને લઈ પતિ આવેશમાં આવી જતા પત્ની પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી હતી. દીવાસળી ચાંપી દેતા આગમાં ગંભીર રીતે દાજી હતી. તેથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં પત્નીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થતા પોલીસે પતિની ધરપકડ કરી હતી.

સુરતમાં પતિ પત્નીનો ઝગડો ક્રૂર બન્યો હતો.સુરત ના કતારગામ વિસ્તાર ની.ધ્રુવ તારક સોસાયટી કાજલ અને કિશોર બને દંપતી રહેતા હતા.બંનેના 10 માસ પહેલા લગ્ન થયા હતા જોકે લગ્ન બાદ પતિ પત્નીમાં અણ બનાવ રહેતો હતો જેથી પત્ની કાજલ બે વખત પોતાના પિયર મુંબઈ ખાતે જતી રહી હતી તો કે ત્યારબાદ પતિ સમાધાન કરી સુરત ખાતે લાવ્યો હતો. ત્યારબાદ પતિ પત્ની બંને સાથે રહેતા હતા ગત રાત્રીના રોજ જમવા બાબતે તકરાર થઈ હતી અને ત્યારબાદ શરીર સુખ બાબતે પણ તકરાર થઈ હતી અને રાત્રિના સમયે કાજલ એ છાતીમાં દુખાવો થતા હોવાની ફરિયાદ કરી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો.

ઝઘડાના કારણે આવેશમાં આવેલા પતિ કિશોરે પત્ની પર જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચાંપી દીધી હતી.જોત જોતા મા કાજલ ગંભીર રીતે દાજી ગઈ હતી.તેથી તેનો પતિ કિશોર તાત્કાલિક સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો.જોકે ત્યાં પોલીસને પતિ કિશોરે એવું જણાવ્યું હતું કે પત્નીએ એ આપઘાત કરવા માયે અગ્નિ સ્નાન કર્યું છે.જોકે પોલીસે કાજલ ની જુબાની લેતા કાજલ જણાવ્યું હતું કે તેમના પતિએ જ આગ ચાંપી છે .આ ઘટનામા ગંભીર રીતે દાજી ગયેલ કાજલ નું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે પતિ કિશોર પટેલની હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:એનઆઇએના દરોડામાં ગુજરાતમાંથી 15 શકમંદોની અટકાયત

આ પણ વાંચો:લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 89 લોકોની કરી ધરપકડ

આ પણ વાંચો:વિદ્યાર્થીના મોત બાદ વાલીઓનો બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા, રાજકોટ લગ્નમાં વરરાજા સહિત જાનૈયાને દારુ પીરસાયો