Not Set/ ગુજરાત સરકારે લોજીસ્ટીક, માઈનિંગ સેક્ટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઝડ સર્વિસીઝને બોનાફાઈડ ઉદ્યોગનો દરજ્જો આપ્યો

બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ – ઉદ્યોગનો દરજ્જો મળતા બિનખેતી પરવાનગી માટે તેમજ ખેતીની જમીન ખરીદવા આગોતરી મંજૂરીની જરૂર નહીં પડે મહેસૂલી રાહે લોજિસ્ટીક, માઈનિંગ અને આઈટી ક્ષેત્રનાં એકમોને ઉદ્યોગનો દરજ્જો મળ્યો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લોજીસ્ટીક સેક્ટર, માઈનિંગ સેક્ટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઈઝ્ડ ઉદ્યોગોનો વ્યાપ વધે તેમજ યુવાનોને વ્યાપક રોજગારી મળી રહે તે હેતુસર વિવિધ વિભાગો […]

Gujarat
Gujarat Assembly Inside ગુજરાત સરકારે લોજીસ્ટીક, માઈનિંગ સેક્ટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઝડ સર્વિસીઝને બોનાફાઈડ ઉદ્યોગનો દરજ્જો આપ્યો

બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ – ઉદ્યોગનો દરજ્જો મળતા બિનખેતી પરવાનગી માટે તેમજ ખેતીની જમીન ખરીદવા આગોતરી મંજૂરીની જરૂર નહીં પડે

મહેસૂલી રાહે લોજિસ્ટીક, માઈનિંગ અને આઈટી ક્ષેત્રનાં એકમોને ઉદ્યોગનો દરજ્જો મળ્યો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લોજીસ્ટીક સેક્ટર, માઈનિંગ સેક્ટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઈઝ્ડ ઉદ્યોગોનો વ્યાપ વધે તેમજ યુવાનોને વ્યાપક રોજગારી મળી રહે તે હેતુસર વિવિધ વિભાગો સાથે પરામર્શમાં કરીને આ ક્ષેત્રોને બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ એટ્લે કે  ઉદ્યોગનો દરજ્જો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બોનાફાઈડ ઈન્ડ્રસ્ટ્રીઝનું સ્ટેટ્સ મળતા ગુજરાતમાં આ ત્રણેય સેક્ટરનાં એકમો કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વગર જમીન ખરીદી શકશે. આવી જમીનને સરળતાથી ડિમ્પ એન.એ.ની પરવાનગી મળતા ઓદ્યોગિક વિકાસને વેગ મળશે. અત્યાર સુધી મહેસૂલી રાહે માઈનિંગ, લોજિસ્ટીક અને આઈટી ક્ષેત્રનાં એકમોને ઉદ્યોગ દરજ્જો આપવામાં આવ્યો ન હતો. જેથી ગુજરાતમાં આ ત્રણે સેક્ટરમાં નવા એકમો શરૂ કરનારા ઉદ્યોગકારને જમીન ખરીદવા બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝનો લાભ મળતો ન હતો.

હવેથી માઈનિંગ, લોજિસ્ટ્રીક અને આઈટી સેક્ટરને ઔદ્યોગિક પ્રવૃત્તિ ગણી કોઈ ઉદ્યોગ ગૃહ, કંપની કે પછી વ્યક્તિ દ્વારા ખેતીની જમીન ખરીદવામાં આવે તો તેવા કિસ્સામાં તેને બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ ગણી ડિમ્પ એન.એ.ની પરવાનગી આપવામાં આવશે. ઉદ્યોગકારોને અગાઉ લેવાની થતી બિન ખેતીની પરવાનગીમાં સરળતાથી ઉદ્યોગ શરૂ કરી શકશે. ઉદ્યોગ શરૂ કર્યા પછી બિનખેતી માટે કલેક્ટરને અરજી કરી શકશે. જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ (ખ) અને ગણોતધારાની કલમ ૬૩ એએની જોગવાઈ પ્રમાણે સંબંધિત કલેક્ટરની પૂર્વ મંજૂરીની પણ જરૂરીયાત રહેશે નહી. આવી જમીનનાં ઉપયોગનાં ૩૦ દિવસની અંદર કલેક્ટરને માત્ર જાણ કરવાની રહેશે. જેથી મહેસૂલી કાર્યો કરવામાં સરળતા અને સમયની સુનિશ્ચિતતા જળવાશે. ઉપરાંત ઉદ્યોગો શરૂ કરવાના પ્રાથમિક તબક્કે વહીવટી પ્રક્રિયા સરળતાપૂર્વક થવાથી ઉદ્યોગોની સ્થાપના ઝડપથી થશે અને ઘરઆંગણે યુવાનોને રોજગારી પણ મળતી થશે.

ઇઝ ઓફ ડુંઈગ ક્ષેત્રે આગળ વધતા ગુજરાત સરકારે લોજિસ્ટીક, માઈનિંગ, આઈટી સેક્ટરને મહેસૂલી રાહે ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આઈ.ટી. અને આઈ.ટી. આધારીત ઉદ્યોગો વધે તથા લોજીસ્ટીક ક્ષેત્ર તથા માઈનિંગ ક્ષેત્રમાં વિકાસની તકો વધે તે માટે ગુજરાત સરકારએ નક્કર આયોજન હાથ ધર્યું છે. ડિજિટલ ઈન્ડિયા તેમજ ડિજિટલ ગુજરાતનાં નિર્માણમાં આઈ.ટી. કે આઈ.ટી.ઈ.એસ. (આઈ.ટી. એનેબલ્ડ સર્વિસીઝ) ક્ષેત્રોનું અમૂલ્ય પ્રદાન છે. આ ક્ષેત્રોનાં પ્રદાનને ધ્યાનમાં લેતાં ગુજરાત સરકાર દ્વારા તેમને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનાં આ નિર્ણયથી આઈ.ટી. કે આઈ.ટી.ઈ.એસ. ક્ષેત્રોનાં નિર્માણમાં પ્રગતિ થશે. ઉપરાંત ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રની પ્રગતિમાં આગળ વધશે તેમજ ઔદ્યૉગિક ક્ષેત્રે કાર્યરત ઉદ્યોગ સાહસિકોનાં સમય તેમજ નાણાંની બચત થશે. આમ, મહેસૂલી રાહે લોજિસ્ટીક, માઈનિંગ અને આઈટી ક્ષેત્રનાં એકમોને ઉદ્યોગનો દરજ્જો મળતા તે ક્ષેત્ર સિવાય અન્ય ઘણાબધા ક્ષેત્રોનો વિકાસ થશે અને સૌને તેનો લાભ મળી ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.