Not Set/ ધારાસભ્યોના દળની બેઠક ટૂંકમાં પૂર્ણ થશે, ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત

ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે.

Top Stories
મસ ધારાસભ્યોના દળની બેઠક ટૂંકમાં પૂર્ણ થશે, ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સૌરભ પટેલ કમલમ પહોંચ્યાં છે. હાલમાં કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે.

હાલમાં ધારાસભ્યની બેઠક ચાલુ છે હલે બેઠક નિર્ણાયક તબ્બકામાં છે ગમે તેઘડીએ બેોઠક પરિપીર્ણ થવાના અંધાણ છે અને ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રીના નામ જાહેર થવાની શર્યતા છે, આતુરતાનો અંત હવે થોડી મિનિટમાં આવી જશે. બોર્ડમાં ત્રણ નામો પર ચર્ચા થઇ હતી જેના બાદ ધારાસભ્યની બેઠક હાલ કાર્યરત છે હવે ટૂંકમાં ઇંતજાર ખત્મ થશે અને રાજ્યને નવા મુખ્યમંત્રી મળી જશે.