Metro Train/ સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ઝડપથી થશે પૂર્ણ, ફ્રાન્સ દ્વારા કરવામાં આવી આટલા કરોડની સહાય

મેટ્રો રેલ એટલે એક સમયે ભારતનાં લોકો માટે પરીસ્વપ્ન સમાન ગણવામાં આવતી વસ્તું. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્વપ્નને આકાર આપી ભારતમાં અનેક શહેરોને મેટ્રો રેલની ભવ્ય

Gujarat Surat
metro coach સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ઝડપથી થશે પૂર્ણ, ફ્રાન્સ દ્વારા કરવામાં આવી આટલા કરોડની સહાય

મેટ્રો રેલ એટલે એક સમયે ભારતનાં લોકો માટે પરીસ્વપ્ન સમાન ગણવામાં આવતી વસ્તું. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્વપ્નને આકાર આપી ભારતમાં અનેક શહેરોને મેટ્રો રેલની ભવ્ય ભેટ આપવામાં આવી. પોતાનાં હોમ સ્ટેટ ગુજરાતને આ મામલે અગ્રતા મળી અને ગુજરાતમાં અમદાવાદ અને સુરત સહિતનાં શહેરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને થોડા સમયમાં જ પૂર્ણ થશે, ગુજરાતનાં લોકો પણ જલ્દી જ મેટ્રોની સફર ખેડશે. મેટ્રો રેલ પ્રોજેક્ટને લઇને સુરતવાસીઓ માટે પણ ખુશીનાં સમાચાર સામે આવી રહ્યા છે.

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે.  બીલકુલ મેટ્રો રેલ પ્રોજેકટને ફ્રાન્સ દ્વારા રૂ.2211 કરોડની આર્થિક સહાય કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મેટ્રો રેલ પ્રોજેક્ટ પાઠળ 12000 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે. આ પ્રોજેક્ટ સુરતનાં સરથાણાથી ડ્રીમ સીટી સુધી 21 કિમિમાં અમલી થશે. સાથે સાથે જ મેટ્રો રેલ પ્રોજેક્ટ ભેંસાણથી સારોલી 18.75 કિમિને પણ મેટ્રો રેલ પ્રોજેકટમાં આવરી લેવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, સુરતની 70 લાખથી વધુની વસ્તીને નજીકનાં ભવિષ્યમાં જ ઝડપી ગતીની મેટ્રોની સુવિધા ઉપલબ્ધ થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…