IND vs ENG/ ભારતને ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન કરવામાં આવેલી ભૂલ હવે ભારી પડી

ભારતને ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન કરવામાં આવેલી ભૂલ હવે ભારી પડી ગઇ છે. જો ટીમ ઈન્ડિયાએ આ ભૂલ ન કરી હોત તો ભારત ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં વહેલી તકે આઉટ કરી શક્યું હોત.

Sports
1 87 ભારતને ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન કરવામાં આવેલી ભૂલ હવે ભારી પડી

ઈંગ્લેન્ડ ભારત સામે ઓવલ ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં હોય તેવું દેખાઇ રહ્યુ છે. ભારતને ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન કરવામાં આવેલી ભૂલ હવે ભારી પડી ગઇ છે. જો ટીમ ઈન્ડિયાએ આ ભૂલ ન કરી હોત તો ભારત ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં વહેલી તકે આઉટ કરી શક્યું હોત. મોઈન અલીએ આઉટ થયા પહેલા 35 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડને લીડ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જ્યારે તે 14 રન બનાવીને રમી રહ્યો હતો, તે સમયે જસપ્રિત બુમરાહની એક બોલ પર કોઈ પણ ભારતીય ખેલાડીએ તરફથી અપીલ કરવામાં આવી ન હોતી અને મોઈન અલી આઉટ થવાથી બચી ગયો હતો.

આ પણ વાંચો – IND vs ENG / એન્ડરસને એવો રેકોર્ડ બનાવ્યો જે દુનિયાનાં દિગ્ગજ બેટ્સમેન પણ નથી બનાવી શક્યા

ઈંગ્લેન્ડની ઇનિંગ્સની 60 મી ઓવરમાં બુમરાહે મોઇન અલીને પાંચમો બોલ યોર્કર ફેંક્યો હતો. મોઈન અલી આ બોલને સંપૂર્ણપણે ચૂકી જાય છે. આ બોલ મોઈન અલીનાં જૂત્તા પર અડીને બેટ સાથે અથડાઇ હતી. આ પછી કોઇ ભારતીય ખેલાડીઓએ LBW માટે અપીલ કરી નહોતી. તેઓને લાગ્યું કે બોલ તેના બેટ સાથે અથડાયો છે. આ પછી, રિપ્લેમાં તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બોલ પહેલા જૂતા પર લાગે છે. જો ભારતે અપીલ કરી હોત અથવા રિવ્યૂ લીધો હોત, તો મોઈન અલી 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હોત.

આ પણ વાંચો – શાનદાર પ્રદર્શન! / અંતિમ બેટ્સમેનને આઉટ કરવા, કેપ્ટને તમામ 10 ખેલાડીઓને પિચ પાસે બોલાવી દીધા, Video

પ્રથમ ઇનિંગમાં ભારતનાં 191 રનનાં જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 290 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આમ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ દરમિયાન બેઝ પર 99 રનની નિર્ણાયક લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ ક્રિસ વોક્સનાં રૂપમાં પડી હતી, જે 50 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો. એન્ડરસન ઈંગ્લેન્ડ તરફથી એક રન પર અણનમ રહ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 191 રન બનાવ્યા જેમા ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને વિરાટ કોહલીએ પચાસ રન બનાવ્યા હતા. તેના સિવાય, ભારતીય બેટ્સમેનોમાંથી કોઈ પણ લાંબા સમય સુધી ક્રિઝ પર રહી શક્યું ન હતું. અત્યારે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1ની બરાબરી પર છે. લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતે સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. પરંતુ લીડ્ઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને ઈનિંગ્સ અને 76 રનથી હરાવીને શાનદાર વાપસી કરી હતી અને સીરીઝ 1-1થી બરાબર કરી હતી.