Viral Video/ વાંદરાને ભારે પડી ગયુ બોટલનું ઢાંકણુ ખોલવુ, જુઓ વીડિયો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો આરામથી બેસીને ‘બોટલ’નું ઢાંકણ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સતત પ્રયત્ન કરે છે.

Videos
11 37 વાંદરાને ભારે પડી ગયુ બોટલનું ઢાંકણુ ખોલવુ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લઇને ઘણા એવા વીડિયો સામે આવે છે જેનેે જોઇને તમે ઘણીવાર ચોંકી જતા હશો. આવો જ એક વાંદરાનો ફની વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ‘બોટલ’નું ઢાંકણ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ, તેની સાથે શું થયું તે જોઈને લોકો હસી રહ્યા છે.

આ પણ વાંચો – સંગ એવો રંગ! / તાલિબાનનનાં મિત્ર પાકિસ્તાને મહિલા શિક્ષકોને ટાઇટ કપડા પહેરવા પર મુક્યો પ્રતિબંધ

સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં રમુજી બાબતોનો મેળાવડો જોવા મળે છે. આમાંથી કેટલાક વીડિયો જોઈને લોકોનાં ચહેરા પર સ્મિત આવે છે. જ્યારે, કેટલાકને જોઈને, ગુસ્સે થઈ જાય છે. વળી, કેટલાક તો વીડિયો જોયા બાદ પણ વિશ્વાસ કરતા નથી કેે આવુ કઇંક થઇ શકે. આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં વાંદરાની હિલચાલ જોઈને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. કારણ કે, તેની સાથે શું થયું તેની તેણે કલ્પના પણ નહિ કરી હોય. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણીવાર તમે વાંદરાઓને ઘણી વસ્તુઓ બરબાદ કરતા જોયા હશે. ઘણી વખત તમે સામાન સાથે દોડતા જોયા હશે. ક્યારેક મોબાઈલ પર રમતા જોયા હશે, કેટલીકવાર તે માસ્ક પહેરેલો જોવા મળ્યો છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે વાંદરાને ચશ્મા સાથે ઘણો ‘પ્રેમ’ છે. તેથી, જ્યારે પણ વાંદરો ક્યાંક ચશ્મા જુએ છે, ત્યારે તે તેને લઇને ભાગી જાય છે. એકંદરે, તેને માનવીય વસ્તુઓ પ્રત્યે થોડો વધારે લગાવ છે. પરંતુ, આ વખતે તેની સાથે કઇંક એવુ થયુ જે તેણે પણ વિચાર્યુ નહોતુ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો આરામથી બેસીને ‘બોટલ’નું ઢાંકણ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સતત પ્રયત્ન કરે છે. પરંતુ, તેને શું ખબર કે તે સામાન્ય બોટલ નથી કઇંક બીજું જ છે. તેના ઘણા પ્રયત્ન બાદ જ્યારે બોટલનું ઢાંકણ ખુલે છે કે વાંદરાને જોરદાર ઝટકો લાગે છે, કારણ કે તેની અંદરથી કઇંક ગેસ જેવુ બહાર આવે છે.

https://www.instagram.com/reel/CTme3oAF1Qj/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – અફઘાનિસ્તાન સંકટ / તાલિબાનની વિચારધારાને ઉજાગર કરતી તસવીરો વાયરલ, જુઓ કેવી કરી છે પત્રકારોની હાલત

વીડિયો જોયા પછી તમે જરૂર હસ્યા જ હશો. પરંતુ, બિચારા વાંદરાની હાલત દયનીય બની ગઈ હતી. જોકે, લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. આ રમુજી વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘official_niranjanm87’ નામથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. તમને આ વીડિયો કેવો લાગ્યો, તમે કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ આપી શકો છો.