Not Set/ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ના ઉટડી રોડ ઉપર થી તાજી જન્મેલી બાળક ને માતાએ ત્યજી દીધી

સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમ ખાતે સોપી આપવામાં આવી હતી ત્યારે આ બાળકના ચાર માસ સુધી ચિલ્ડ્રન હોમ ખાતે સારસંભાળ રાખી અને મોટી કરવામાં આવી હતી

Gujarat
Untitled 68 સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ના ઉટડી રોડ ઉપર થી તાજી જન્મેલી બાળક ને માતાએ ત્યજી દીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજા જન્મેલા બાળકો મળી આવવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ના ઉટડી રોડ ઉપર આજથી ચાર મહિના પહેલા માતા દ્વારા તાજી જન્મેલી બાળક બાવળ માં મૂકી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ બાબતે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણકારી કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક પણે આ બાળકીને ઉઠાવી અને લીમડી હોસ્પીટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ત્યારબાદ આ બાળકી રે ઉછેર કેન્દ્ર એટલે સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમ ખાતે સોપી આપવામાં આવી હતી ત્યારે આ બાળકના ચાર માસ સુધી ચિલ્ડ્રન હોમ ખાતે સારસંભાળ રાખી અને મોટી કરવામાં આવી હતી ત્યારે આ બાબતની જાણકારી વડોદરાના એક દંપતીને થતાં તાત્કાલિક વડોદરાનું દંપતી સુરેન્દ્રનગર ખાતે આવી પહોંચ્યું હતું.

આ પણ  વાંચો:મોટા સમાચાર / IPL 2022 ને લઇને આવ્યું મોટું અપડેટ, લખનઉની ટીમને અંતે મળી ગયો કેપ્ટન

ત્યારે આ મામલે  જે સરકારે વિધિવત રીતે ચાર માસ પહેલા જાળીમાંથી મળી આવેલી બાળકીને દંપતીએ દત્તક લઇ અને એક અનેરો ઉત્સાહ દેખાયો હતો બાળકીને પણ ચાર માસમાં જ પોતાના માતાપિતાની હૂંફ મળી ચૂકી હતી ત્યારે લઈને તેના ચહેરા પર પણ અને ચાર માસની બાળકી હતી પણ ખુશી જોવા મળી હતી ત્યારે દંપતી પણ ખુશ હતું બાળકીને જ્યારે દત્તક લીધી ત્યારે અને પરિવારમાં પણ એક લક્ષ્મીજી પધાર્યા હોવાના કારણે ખુશીની લહેર દોડી ઉઠવા પામી હતી.

ત્યારે લીંબડીના ઉંટડી રોડ ઉપર 4 માસ પહેલા ત્યજી દીધેલ એક નવજાત શિશુ-બાળક મળી આવેલ. તેનો સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમમાં ઉછેર કરવામાં આવેલ. આજરોજ તે બાળક હર્ષને વડોદરાના નિઃસંતાન દંપતિએ એક માતા પિતા બની દત્તક લીધેલ. અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ ભાઈ મકવાણા સહિત ના હોદ્દેદારો પણ આ મામલે ચિલ્ડ્રન હોમ ખાતે દોડી ગયા હતા અને બાળકીને દત્તક લેતા દંપતીને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ  વાંચો:ગુજરાત /જેતપુરમાં વેપારીની દુકાનમાંથી રૂ.21 લાખની ચોરી તસ્કરો,નાસી છૂટયાં…