ગુજરાત/ ઉધના રેલવે સ્ટેશન નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

સુરતને ટેક્સટાઇલ સીટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સુરત હવે ક્રાઈમ સીટી બનવા તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતમાં હત્યા, મારામારી, ચોરી જેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

Gujarat Surat
ઉધના રેલ્વે સ્ટેશન

@અમિત રૂપાપરા

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 19 એપ્રિલના રોજ ઉધના રેલ્વે સ્ટેશન નજીક એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાકા દ્વારા જ ભત્રીજાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

સુરતને ટેક્સટાઇલ સીટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સુરત હવે ક્રાઈમ સીટી બનવા તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતમાં હત્યા, મારામારી, ચોરી જેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહત્વની વાત એ પણ છે કે સુરત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન છે અને તેમના હોમ ટાઉનમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે.

સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના રેલવે સ્ટેશનની સામેના રોડ પર 19 એપ્રિલના રોજ બપોરના સમયે એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં અનિલ નામના વ્યક્તિની હત્યા થઈ હતી. અનિલ નામનો વ્યક્તિ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. અનિલ ઉધના વિસ્તારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે બે વ્યક્તિઓ રાજુ જગદેવ અને સુરેશ જગદેવ બંને અનિલ પાસે આવ્યા હતા અને અનિલને ચપ્પુ માર્યું હતું. આ ઘટનામાં અનેને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું.

આ બાબતે પોલીસ દ્વારા અનિલના સંબંધીઓનું નિવેદન લઇ સમગ્ર મામલે ફરિયાદ લેવામાં આવી છે અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આ હત્યાની ઘટના બની હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરીને અનિલની હત્યા કરનારા બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરે છે.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?