ગુજરાત/ મહેસાણાના બાસણા ગામમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો,મોબાઈલે ખોલ્યા રહસ્યો

મહેસાણાના બાસણા ગામ પાસે યુવતીની હત્યા મામલે એક રિક્ષા ચાલકની ઘરપકડ કરવામાં આવી છે. પોલીસની સતત પૂછપરછના અંતે હત્યાનો ભેદ ઉકેલાયો છે.

Gujarat Others
હત્યા

મહેસાણાના બાસણા ગામ પાસે યુવતીની હત્યા મામલે એક રિક્ષા ચાલકની ઘરપકડ કરવામાં આવી છે. પોલીસની સતત પૂછપરછના અંતે હત્યાનો ભેદ ઉકેલાયો છે. જણાવી દઈએ કે આ રિક્ષા ચાલકનું નામ વિજય ઠાકોર છે. ગળું દબાવી યુવતીની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

આપને જાણવી દઈએ કે, થોડા દિવસ પહેલાં રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી વિસનગરના વાલમ ગામની 23 વર્ષિય યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં બાસણાની સીમમાં આવેલ એરંડાના ખેતરમાંથી લાશ મળી આવી હતી. આ યુવતી ગુમ થઈ હોવાની મહેસાણા એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં તેના પરીવારે જાણવા જોગ ફરીયાદ નોંધાવી હતી.આ પછી તેની લાશ મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જે બાદ એક રિક્ષા ચાલકની ઘરપકડ કરાઈ હતી અને તેણે સ્વીકાર્યું તું કે હત્યા તેણે જ કરી છે.

હત્યાનો ભોગ બનેલી યુવતીના મોબાઈલના આધારે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન રીક્ષા ચાલકે કબુલાત કરી હતી. જેમા યુવતી ઉપર રેપ કરીને હત્યા બાદ તેનો મોબાઇલ લઈને નીકળ્યો હતો અને આ મોબાઈલ તેને તાવડીયા બ્રિજથી કેટલેક દૂર ફેંકી દીધો હોવાની કબુલાત કરતા પોલીસે તેને સાથે રાખીને મોબાઈલ કબજે કર્યો હતો. હત્યારા રીક્ષા ચાલકે પોલીસ સમક્ષ કરેલી કબુલાત મુજબ, રિક્ષામાં બેઠેલી યુવતીને તે પોતાની સાથે એરંડાના ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેના ઉપર રેપ કર્યા બાદ ગળું દબાવીને હત્યા કરી નાસી ગયો હતો. હાલના તબક્કે પોલીસે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે મૂળ બેચરાજીના જેતપુર ગામની વતની અને છેલ્લા 15 વર્ષથી વિસનગર તાલુકાના પોતાના મોસાળના ગામ વાલમમાં આવીને વસેલા પરીવારની 23 વર્ષની યુવતી નીશાબેન ભાવેશભાઈ મકવાણા છેલ્લાં બે વર્ષથી મહેસાણા શહેરમાં આવેલા મોલમાં નોકરી કરતી હતી. તે નિયમિત વાલમથી મહેસાણા એપડાઉન કરતી હતી.

આ દરમિયાન તારીખ 25-4-2023ના રોજ નોકરી માટે મહેસાણા આવી હતી. પરંતુ મોડી રાત થવા છતાં યુવતી વાલમ પરત નહીં આવતાં પરિવારને ચિંતા થઈ હતી.બીજા દિવસે તેમણે ગુમ થવા અંગે મહેસાણા એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. જે બાદ યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો:શું છે ગુજરાત દિવસનો ઇતિહાસ અને મહત્વ? ગુજરાત દિવસના ગર્ભમાં છુપાયેલી કેટલીક રસપ્રદ બાબતો જાણો!

આ પણ વાંચો:દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો….

આ પણ વાંચો:અમદાવાદમાંં એર ક્વોલિટી ઇન્ડેક્સ કથળતા એએમસી જાગીઃ પીરાણામાં મૂક્યા મિસ્ટ કેનન મશીન

આ પણ વાંચો:બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા CMના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિંન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે