નિરીક્ષણ/ તાપીના વ્યારામાં બિલ્ડરની હત્યાનું રીકન્ટ્રકશન કરવામાં આવ્યુ

વ્યારાના બિલ્ડરની હત્યાનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યુ

Gujarat
builder તાપીના વ્યારામાં બિલ્ડરની હત્યાનું રીકન્ટ્રકશન કરવામાં આવ્યુ

તાપીના વ્યારામાં  બિલ્ડર નિશિષ શાહની 14 મેના રોજ હત્યા થઇ હતી.  આ કેસમાં સંડાવાયેલા ચાર આરોપીઓને  પોલીસે પકડી પાડ્યા હતા. આ  હત્યાને કઇ રીતે અંજામ આપ્યો તેનું રીકન્ટ્રકશન કર્યું હતું.

હત્યા કરતાં પહેલા આરોપીઓએ બિલ્ડર નિશિષ શાહની રેકી કરી હતી. જે તમામ રૂટોનું જાત નિરીક્ષણ કરવાની સાથે જે સ્થળે હત્યા થઈ હતી  તે સ્થળે પણ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા અને કઈ રીતે બિલ્ડરની હત્યા કરાઇ હતી. તેનું પણ જાત નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કર્યું હતું.

બિલ્ડર નિશિષ શાહની હત્યાના કેસમાં  કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ ગુનામાં 80 હજારની સોપારી આપનાર મુખ્યસુત્રધાર નવીન ખટીક હજુ ફરાર છે.ઉલ્લેખનીય છે કે ગત 14મી મેના રોજ વ્યારાના બિલ્ડર એવા નિશિષ શાહની રાત્રિના 8:30 કલાકના સુમારે હત્યા કરવામાં આવી હતી.