Gandhinagar/ નામ મોટા દર્શન ખોટા, ઉત્તરાયણનાં તહેવાર પર આ હોસ્પિટલ મેનેજમેન્ટનાં નામે સાબિત થઇ મીંડું

રાજ્યમાં કોરોના મહામારીનાં કારણે મેડિકલ સ્ટાફ પૂરી જવાબદારી સાથે દર્દીઓની સારવારમાં હાજર રહે છે. ઉત્તરાયણનાં તહેવારમાં પણ આપણા ફ્રન્ટ લાઇન વર્કર્સે પોતાની જવાબદારી પૂરી પ્રામાણિકતાથી નિભાવી હતી….

Gujarat Others
qaweds 9 નામ મોટા દર્શન ખોટા, ઉત્તરાયણનાં તહેવાર પર આ હોસ્પિટલ મેનેજમેન્ટનાં નામે સાબિત થઇ મીંડું

રાજ્યમાં કોરોના મહામારીનાં કારણે મેડિકલ સ્ટાફ પૂરી જવાબદારી સાથે દર્દીઓની સારવારમાં હાજર રહે છે. ઉત્તરાયણનાં તહેવારમાં પણ આપણા ફ્રન્ટ લાઇન વર્કર્સે પોતાની જવાબદારી પૂરી પ્રામાણિકતાથી નિભાવી હતી. જો કે ઘણા ખરાબ અનુભવો પણ દર્દીઓને આ તહેવારમાં થયા હોવાનુ સામે આવ્યુ છે.

તહેવારનાં દિવસે આપણા ફ્રન્ટ લાઇન વર્કર્સ પૂરી જવાબદારી સાથે પોતાની ફરજ પર હાજર રહ્યા હતા. આ દરમિયાન એક હોસ્પિટલમાંથી દર્દીઓની ફરિયાદ સામે આવી રહી છે. ગાંધીનગર સ્થિત આવેલ SMVS હોસ્પિટલમાં દર્દીઓને ખરાબ અનુભવો થયો હોવાની ચર્ચા સામે આવી છે. અહી નામ મોટા અને દર્શન ખોટા જેવો અનુભવ દર્દીઓએ કર્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરીને લઇને દર્દીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ઉત્તરાયણનાં તહેવારમાં તત્કાલ સારવાર માટે આવેલા દર્દીઓને હોસ્પિટલ સ્ટાફ દ્વારા યોગ્ય અને સંતોષકારક જવાબ ન અપાતા તેઓ રોષે ભરાયા હતા. દર્દીઓનાં સગાની ફરિયાદ છે કે, બપોરે લગભગ 2 થી 4 નાં સમયમાં દર્દીઓને 1 થી 2 કલાક સુધી તબીબની રાહ જોવી પડી હતી.

ઉપરાંત હોસ્પિટલ સ્ટાફ તરફથી સંતોષજનક જવાબ ન મળતા તેઓ વધુ નારાજ થયા હતા. તહેવારનાં દિવસે દર્દી હોસ્પિટલમાં ક્યારે આવે જ્યારે તેમને કોઇ શારીરિક પીડા હોય, પરંતુ આ દરમિયાન જ્યારે તેમને હોસ્પિટલ સ્ટાફ તરફથી યોગ્ય જવાબ ન મળે ત્યારે તેમની નારાજગી પણ યોગ્ય છે. વીડિયોમાં એક શખ્સ પોતાનો અનુભવ કહી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે, રિસ્પેશનમાં કોઇ હાજર નથી. વળી શખ્સનું કહેવુ છે કે, 1 થી 2 કલાક સુધી અમે અમારો નંબર આવવાની રાહ જોઇ રહ્યા છીએ પરંતુ અમને સ્ટાફ તરફથી પ્રોપર જવાબ આપવામાં આવતો નથી. અહી સવાલ ઉભો થાય છે કે, માત્ર મોટી મોટી હોસ્પિટલ બનાવી દેવાથી જ કઇ થતુ નથી, અહી દર્દીઓને સંતોષકારક જવાબ અને સારવાર મળે ત્યારે હોસ્પિટલ ઉભી કરવાનો મૂળ હેતુ સિદ્ધ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…