Interesting/ PM મોદીનાં YouTube પર સબસ્ક્રાઇબર્સની સંખ્યા 1 કરોડને પાર, બીજા નંબર પર છે આ નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં YouTube પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનાં પ્રથમ નેતા પણ છે. વડાપ્રધાન મોદી 26 ઓક્ટોબર 2007 નાં રોજ YouTube માં જોડાયા હતા.

Top Stories Tech & Auto
11 10 PM મોદીનાં YouTube પર સબસ્ક્રાઇબર્સની સંખ્યા 1 કરોડને પાર, બીજા નંબર પર છે આ નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં YouTube પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનાં પ્રથમ નેતા પણ છે. વડાપ્રધાન મોદી 26 ઓક્ટોબર 2007 નાં રોજ YouTube માં જોડાયા હતા. વિશ્વનાં નેતામાં PM મોદી પછી બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (Brazilian President Jair Bolsonaro) છે. તેમના 36 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

11 11 PM મોદીનાં YouTube પર સબસ્ક્રાઇબર્સની સંખ્યા 1 કરોડને પાર, બીજા નંબર પર છે આ નેતા

આ પણ વાંચો – OMG! / ભાજપ નેતાઓથી નારાજ ઈન્સ્પેક્ટરે ચૂંટણી સભામાં આપ્યું રાજીનામું, કહ્યુ- આ લોકો મારું લોહી ચૂસી રહ્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે YouTube પર 1 કરોડ સબસ્ક્રાઇબર્સને પાર થઇ ગયા છે. તેમના સૌથી નજીકનાં વૈશ્વિક નેતા બ્રાઝિલનાં જાયર બોલ્સોનારો છે, જેમના હાલમાં YouTube પર 36 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેઓ વિશ્વનાં સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે અને હવે તેમણે એક નવું કારનામો કર્યો છે. તેમની YouTube ચેનલે 1 કરોડ એટલે કે 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ પૂર્ણ કર્યા છે, જે YouTube પર વિશ્વનાં કોઈપણ નેતાની સૌથી વધુ સંખ્યા છે, ત્યારબાદ બોલ્સોનારો આવે છે. બીજી બાજુ, જાયર બોલ્સોનારો પછી મેક્સિકોનાં મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર આવે છે, જેમની પાસે હાલમાં તેની સત્તાવાર YouTube ચેનલ પર 30.7 લાખ YouTube સબ્સ્ક્રાઇબર્સ છે. આ યાદીમાં ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડો 28.8 લાખ સબસ્ક્રાઇબર સાથે બીજા ક્રમે છે. દરમિયાન, વ્હાઇટ હાઉસનાં 19 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન પાસે 7.043 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનાં નેતા રાહુલ ગાંધી પણ આ યાદીમાં સામેલ છે, તેમની YouTube ચેનલ પર કુલ 5.25 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને તેઓ ભારતમાં બીજા સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલા નેતા છે.

11 12 PM મોદીનાં YouTube પર સબસ્ક્રાઇબર્સની સંખ્યા 1 કરોડને પાર, બીજા નંબર પર છે આ નેતા

આ પણ વાંચો – કિશન ભરવાડ હત્યા કેસ /  કોણ છે મૌલાના ખાદિમ રિઝવી ? જેના ઝેર ઓકતા વીડિયો જોઈ કિશન ભરવાડની હત્યા કરવા મજબૂર બન્યા હત્યારા ? 

તેના પછી શશિ થરૂર (4.39 લાખ), અસદુદ્દીન ઓવૈસી (3.73 લાખ), એમકે સ્ટાલિન (2.12 લાખ) અને મનીષ સિસોદિયા (1.37 લાખ) સબસ્ક્રાઇબર્સની યાદીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હાલમાં ટ્વિટર પર 7.53 કરોડ, ઈન્સ્ટાગ્રામ પર 6.5 કરોડ અને ફેસબુક પર 4.6 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જાણકારી માટે આપને જણાવી દઈએ કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની YouTube ચેનલ 26 ઓક્ટોબર, 2007નાં રોજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં તેને 1,643,140,189 થી વધુ વખત જોવામાં આવી છે. PM મોદીની YouTube ચેનલ પર 70 મિલિયન વ્યુઝ સાથે સૌથી વધુ જોવામાં આવેલ વીડિયો 2019 માં કાશીમાં દિવ્યાંગો દ્વારા પ્રાપ્ત સ્વાગત દર્શાવે છે.