વિરમગામ/ નર્સે HODને કહ્યું – બહાર જાઓ, મારે ડ્રેસ ચેન્જ કરવો છે, હેડ બોલ્યો, ‘મારી સામે જ કપડાં બદલ’

વિરમગામની સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ અભયમ હેલ્પલાઈનમા પોતાના એચઓડીના બિભત્સ વર્તન સામે ફરિયાદ કરી છે.

Gujarat Others
a 248 નર્સે HODને કહ્યું - બહાર જાઓ, મારે ડ્રેસ ચેન્જ કરવો છે, હેડ બોલ્યો, ‘મારી સામે જ કપડાં બદલ’

વિરમગામમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા બિભત્સ વર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે નર્સે અભયમની મદદ લેવામાં આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર,વિરમગામની સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ અભયમ હેલ્પલાઈનમા પોતાના એચઓડીના બિભત્સ વર્તન સામે ફરિયાદ કરી છે. નર્સે હેલ્પલાઈનમાં ફરિયાદ કરી કે, તેઓ પોતાના સ્ટાફની સાથે આસપાસના ગામડાઓમાં રસીકરણના કામે ગયા હતા. ત્યાંથી તેઓ હોસ્પિટલમાં પરત ફર્યા હતા. આ સમયે તેમણે એચઓડીને કહ્યુ હતું કે, ‘તમે બહાર જાઓ, મારે ડ્રેસ બદલવો છે.’ પરંતુ એચઓડી ત્યાથી ખસ્યા ન હતા. એટલુ જ નહિ, એચઓડીએ મહિલા નર્સને કહ્યું હતું કે, ‘હું બહાર જવાનો નથી, તારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ,’ આથી નર્સ ગભરાઇ ગયા હતા અને કશું બોલી શક્યાં ન હતાં.

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ નિવાસ કાનપુરમાં : શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીના મુદ્દે 78 લોકોને મળશે

પરંતુ આ પ્રકારની દરરોજની હેરાનગતિથી ત્રાસીને અંતે તેમણે અભયમ્ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. અભયમ્ હેલ્પલાઇનની ટીમે ઘટનાસ્થળે આવી એચઓડીને મળી હતી. એચઓડીએ કબૂલાત કરી હતી કે ‘હું આવું બોલ્યો હતો, પરતું મજાકમાં કહેતો હતો. તેની પાછળ કોઈ બીજો ઇરાદો નહોતો.

આ પણ વાંચો :બે બાળકોના પિતાએ પ્રેમિકા સાથે ખેતરમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ કરી હત્યા

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જામનગરની જીજી હોસ્પિટલમાં જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો હતો, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. સુપર વાઇઝર દ્વારા વારંવાર શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કરાતું હતું. જો મહિલા એટેન્ડન્ટ તૈયાર ન થાય તો તેને નોકરીમાંથી છુટી કરી દેવા સુધીની ધમકીઓ સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી હતી. આ ચકચારી કેસમાં મહિલાઓનાં આક્ષેપ બાદ વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં આજે ૩ લોકોના મોત સાથે નોધાયા 123 નવા કેસ